GU/710411 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે આપણા સામાન્ય જીવનમાં આપણે રાજ્ય અથવા રાજા પાસેથી કાયદા પ્રાપ્ત કરીએ છીએ. રાજા અથવા રાજ્ય દ્વારા આપવામાં આવેલ શબ્દને કાયદા તરીકે સ્વીકારવામાં આવે છે, અને દરેકને કાયદાનું પાલન કરવું પડે છે. તે જ રીતે, ભગવાન દ્વારા આપવામાં આવેલા હુકમ અથવા સિદ્ધાંતને ધર્મ કહેવામાં આવે છે. ભગવાન વિનાનો ધર્મ બકવાસ છે. ધર્મ... કારણ કે ધર્મનો અર્થ ભગવાનની સંહિતા છે. તો જો કોઈ ભગવાનના અસ્તિત્વને સ્વીકારતું નથી, તો સ્વાભાવિક રીતે તેનો કોઈ ધર્મ નથી. અને વૈદિક સિદ્ધાંત મુજબ, ધર્મ વિનાનો માણસ એક પ્રાણી છે. ધર્મેણ હિના પશુભિઃ સમાના:."
710411 - પંડાલ ભાષણ - મુંબઈ‎