GU/710626 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને ભગવાનને, કૃષ્ણને, કેવી રીતે જોવા તે શીખવવાનો એક પ્રયાસ છે. જો આપણે અભ્યાસ કરીએ તો કૃષ્ણને જોઈ શકાય છે. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌંતેય (ભ.ગી. ૭.૮). કૃષ્ણ કહે છે, "હું પાણીનો સ્વાદ છું." આપણામાંના દરેક, આપણે દરરોજ પાણી પીએ છીએ, માત્ર એક વાર કે બે કે ત્રણ વાર નહીં, તેનાથી વધુ. તો જેવું આપણે પાણી પીએ છીએ, જો આપણે વિચારીએ કે જળનો સ્વાદ કૃષ્ણ છે, તો તરત જ આપણે કૃષ્ણ ભાવનાભાવિત થઈ જઈએ છીએ. કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ મુશ્કેલ કાર્ય નથી. ફક્ત આપણે તેનો અભ્યાસ કરવો પડે."
710627b - ભાષણ ૧ રથ-યાત્રા ઉત્સવ - સાન ફ્રાન્સિસ્કો‎