GU/710803 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો કોઈ વ્યક્તિ આ વિધિને ગ્રહણ કરે છે, તે શુદ્ધ બને છે. તે આપણો પ્રચાર છે. આપણે તેના ભૂતકાળના કર્મોને ગણતા નથી. કલિયુગમાં દરેક વ્યક્તિના પાછલા કર્મો સારા નથી હોતા. તેથી આપણે ભૂતકાળના કર્મોને ગણતા નથી. અમે તમને બસ વિનંતી કરીએ છીએ કે કૃષ્ણ ભાવનામૃતને ગ્રહણ કરો. અને કૃષ્ણ પણ કહે છે કે,
સર્વ ધર્માન પરિત્યજ્ય
મામ એકમ શરણમ વ્રજ
અહમ ત્વામ સર્વ-પાપેભ્યો...
(ભ.ગી. ૧૮.૬૬)

એવું હોઈ શકે કે મારા પાછલા જીવનમાં હું ખૂબ જ પાપી હોઈ શકું, પણ જ્યારે હું કૃષ્ણને શરણાગત થાઉં છું, તેઓ મને શરણ આપે છે અને હું મુક્ત થાઉં છું. તે આપણી પદ્ધતિ છે. આપણે ભૂતકાળના કર્મો ગણતા નથી. દરેક વ્યક્તિ તેના પાછલા કર્મોમાં પાપી હોઈ શકે છે. તેનો ફરક નથી પડતો. પણ જો તે કૃષ્ણની શરણ લે છે જેમ કૃષ્ણ કહે છે, તો કૃષ્ણ આપણને સુરક્ષા આપશે. તે આપણો પ્રચાર છે."

710803 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - લંડન