GU/710807 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને સીધું વિસ્તરણ છે અને વિસ્તરણનું વિસ્તરણ હોય છે. જેમ કે કૃષ્ણ, તેમનું સીધું વિસ્તરણ છે બલદેવ, બલરામ. પછી બલરામમાથી પછીનું વિસ્તરણ છે ચતુર્વ્યુહ: સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન. ફરીથી, આ સંકર્ષણમાથી બીજું વિસ્તરણ છે, નારાયણ. નારાયણમાથી, બીજું વિસ્તરણ થાય છે. પછી, સંકર્ષણની બીજી સ્થિતિ, વાસુદેવ, અનિરુદ્ધ... એક નારાયણ જ નહીં, પણ અસંખ્ય નારાયણો. કારણકે વૈકુંઠલોકોમાં, આધ્યાત્મિક જગતમાં, અસંખ્ય ગ્રહો છે. કેટલા? હવે, જરા કલ્પના કરો કે અહી આ બ્રહ્માણ્ડમાં ગ્રહો છે. આ એક બ્રહ્માણ્ડ છે. લાખો ગ્રહો છે. તમે ગણતરી ના કરી શકો. તમે ગણતરી ના કરી શકો. તો તેવી જ રીતે, અસંખ્ય બ્રહ્માંડો પણ છે. તે પણ તમે ગણતરી ના કરી શકો. છતાં, આ બધા બ્રહ્માંડો ભેગા મળીને ફક્ત કૃષ્ણના વિસ્તરણનો એક ચતુર્થ ભાગ છે."
710807 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૧ - લંડન