GU/710826 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે કોઈ પણ પ્રકારનો ધર્મ સ્વીકારી શકો છો, તેનો ફરક નથી પડતો. તમે હિન્દુ અથવા મુસ્લિમ અથવા ખ્રિસ્તી બનો, તેનો ફરક નથી પડતો. કસોટી છે કે તમે ભગવાનનો અકારણ પ્રેમ વિકસિત કર્યો છે કે નહીં અને શું તે પ્રેમમય કાર્યકલાપનું આદાનપ્રદાન કોઈ પણ ભૌતિક કારણથી બંધ થયા વગર ચાલી રહ્યું છે કે નહીં. તે ધર્મની કસોટી છે. શ્રીમદ ભાગવતમ, કેટલું સરસ છે તે, વ્યાખ્યા...
સ વૈ પુંસામ પરો ધર્મો
યતો ભક્તિર અધોક્ષજે
અહૈતુકી અપ્રતિહતા
યયાત્મા સુપ્રસીદતી
(શ્રી.ભા. ૧.૨.૬)

જો તમે આવો ભગવદ પ્રેમ વિકસિત કરી શકો, કોઈ પણ કારણ વગર, કોઈ પણ રોક વગર, કોઈ પણ ભૌતિક કારણથી બંધ થયા વગર, તો તમે સુપ્રસીદતી અનુભવશો, પૂર્ણ સંતુષ્ટિ - કોઈ પણ ચિંતા નહીં, કોઈ પણ અસંતોષ નહીં. તમે આખી દુનિયાને આનંદથી પૂર્ણ જોશો."

710826 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૬ - લંડન