GU/720118 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જયપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક સાધુ વ્યક્તિનું કર્તવ્ય છે પ્રજા, નાગરિકો, નું રક્ષણ કરવું એક એવી પદ્ધતિમાં કે જેથી તેઓ બંને ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે સુખી બને. આ સાધુ વ્યક્તિનું એક કર્તવ્ય છે. એવું નહીં કે 'મને હિમાલયમાં જવા દો અને મારૂ નાક દબાવવા દો, અને હું મુક્ત બનીશ'. આ સાધુ વ્યક્તિ નથી. આ સાધુ વ્યક્તિ નથી. તમે જોયું? સાધુ વ્યક્તિ મતલબ તેમને જનતાના કલ્યાણમાં રુચિ હોવી જોઈએ, વાસ્તવિક જનતાના કલ્યાણમાં. અને જનતાનું કલ્યાણ મતલબ દરેક નાગરિક કૃષ્ણ ભાવનાભાવિત હોવો જોઈએ, અને પછી તેઓ સુખી થશે, બંને ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે. મારો મુદ્દો છે કે આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન સ્વાર્થી આંદોલન નથી. તે સૌથી વધુ પરોપકારી આંદોલન છે. પણ લોકો, પરોપકારી આંદોલનના નામ પર, સામાન્ય રીતે, કારણકે તેઓ સાચા સાધુ વ્યક્તિઓ નથી, તેઓ ધન એકત્ર કરે છે અને રહે છે."
720118 - વાર્તાલાપ - જયપુર