GU/720220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રહ્મ-અનુભૂતિ પ્રાપ્ત જીવ માટે, તેને કોઈ ઈચ્છા નથી કે કોઈ પસ્તાવો નથી. જ્યા સુધી આપણે શારીરિક સ્તર પર છીએ, આપણે ઈચ્છા કરીએ છીએ અને પસ્તાવો કરીએ છીએ. આપણી પાસે જે વસ્તુઓ નથી તેની આપણે ઝંખના કરીએ છીએ, અને જે વસ્તુ આપણે ગુમાવીએ છીએ તેના માટે વિલાપ કરીએ છીએ. બે કાર્યો છે: અમુક ભૌતિક નફો મેળવવો અથવા તેને ગુમાવવો. આ શારીરિક સ્તર છે. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક સ્તર પર આવો છો, ત્યારે નુકસાન અને લાભનો કોઈ પ્રશ્ન જ નથી. સંતુલન. તો બ્રહ્મ-ભૂતઃ પ્રસન્નાત્મા ના શોચતી ના કાંક્ષતી, સમઃ સર્વેષુ ભુતેષુ. કારણકે તે કોઈ ઈચ્છા કે વિલાપ કરતો નથી, તેને કોઈ દુશ્મન નથી. કારણ કે જો દુશ્મન હોય છે, તો ત્યાં વિલાપ હોય છે, પરંતુ જો કોઈ દુશ્મન નથી, તો સમઃ સર્વેષુ ભુતેષુ મદ-ભક્તિમ લભતે પરામ. તે દિવ્ય કાર્યો, ભક્તિ, ની શરૂઆત છે."
720220 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૫ - વિશાખાપટ્ટનમ‎