GU/720224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ભૌતિક પ્રકૃતિના નિયમોની પકડમાં છીએ, અને આપણા કર્મ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારનું શરીર મેળવી રહ્યા છીએ અને એક શરીરમાથી બીજા શરીરમાં ભ્રમણ કરી રહ્યા છીએ. અને પછી એક વાર આપણે જન્મ લઈએ છીએ, આપણે થોડા સમય માટે રહીએ છીએ, આપણે શરીરનો વિકાસ કરીએ છીએ, પછી આપણે થોડુક ઉત્પાદન કરીએ છીએ, પછી તે, શરીર, ક્ષીણ થાય છે, અને છેવટે તે નાશ પામે છે. તે નાશ પામે છે મતલબ તમે બીજું શરીર સ્વીકારો છો. ફરીથી શરીર વધે છે, શરીર રહે છે, શરીર ઉત્પાદન કરે છે, ફરીથી ક્ષીણ થાય છે અને ફરીથી નાશ પામે છે. આ ચાલી રહ્યું છે."
720224 - ભાષણ - કલકત્તા