GU/720406 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વેદિક સાહિત્ય પ્રમાણે, ભગવાન અવતરિત થાય છે, અને તેઓ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિગત રીતે તેઓ કહે છે: યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ (ભ.ગી. ૪.૭). જ્યાં પણ ધાર્મિક સિદ્ધાંતોના આચરણમાં ત્રુટિ આવે છે, તેઓ અવતરિત થાય છે. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ, અભ્યુત્થાનમ અધર્મસ્ય. અને જ્યાં પણ ધાર્મિક વિધિઓમાં ત્રુટિ આવે છે, અધર્મના કાર્યો વધે છે. તે સ્વાભાવિક છે. જ્યાં પણ ઉદાર સરકાર છે, ચોર અને ડાકુઓ વધશે. તે સ્વાભાવિક છે. અને જો સરકાર બહુ જ કડક હશે, તો ચોર અને ડાકુઓ બહુ વૃદ્ધિ નહીં કરી શકે. તો જ્યારે કૃષ્ણ આવે છે, તેમને બે કાર્યો હોય છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮) - ભક્તોના, શ્રદ્ધાળુઓના, રક્ષણ માટે, અને રાક્ષસોના વિનાશ માટે."
720406 - ખ્રિસ્તી મઠ પર ભાષણ - મેલબોર્ન