GU/721003 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે લોકો કહે છે, 'કોઈ ભગવાન નથી. અમે ભગવાનની પરવાહ નથી કરતાં. આપણે, દરેક ભગવાન છીએ'. પણ માયા, પોલીસ દળ, તે છે, મો પર લાત મારે છે. અને તેઓ ઘણા ભારે દુ:ખોનો ભોગ બને છે, જીવનની દુ:ખમય સ્થિતિઓ, વિશેષ કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. અત્યારે તમે ભગવાનની પરવાહ નથી કરતાં. તો શા માટે તમે તમારી મૃત્યુને અટકાવતાં નથી? તમે તમારી મૃત્યુને અટકાવો. કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, મૃત્યુ: સર્વ હરશ ચ અહમ (ભ.ગી. ૧૦.૩૪): 'બધા ધૂર્તો અને રાક્ષસો માટે, હું મૃત્યુ છું. હું બધુ જ લઈ લઉં છું'. સર્વ હર:."
721003 - ભાષણ શ્રી.ભા. ૧.૩.૨૮ - લોસ એંજલિસ