GU/721024 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ આપણા પ્રેમ કરવાની વૃત્તિની વૃદ્ધિને સંતોષ નહીં મળે જ્યાં સુધી તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સુધી નહીં પહોંચે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. આપણે પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરવાની વૃત્તિ છે. જો આપણે કોઈ પરિવાર ના પણ હોય, ક્યારેક આપણે પાલતુ બિલાડી અને કુતરા રાખીએ છીએ, પ્રેમ કરવા માટે. તો આપણે, સ્વભાવથી આપણે કોઈ બીજાને પ્રેમ કરીએ છીએ. તો તે બીજું કોઈ કૃષ્ણ છે. વાસ્તવમાં, આપણે કૃષ્ણને પ્રેમ કરવો હોય છે, પણ કૃષ્ણની માહિતી વગર, કૃષ્ણ ભાવનામૃત વગર, આપણી પ્રેમ કરવાની વૃત્તિ સીમિત હોય છે, એક ચોક્કસ વર્તુળમાં. તેથી આપણે સંતુષ્ટ નથી થતાં. નિત્ય સિદ્ધ કૃષ્ણ ભક્તિ (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭). તે પ્રેમમય કાર્યકલાપ, પ્રેમ કરવાની વૃત્તિ, શાશ્વત રીતે અસ્તિત્વમાં છે, કૃષ્ણને પ્રેમ કરવા માટે."
721024 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - વૃંદાવન