GU/730722 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: તો મારે સ્થાનાંતર કરવું જ પડે. તો હું ઉચ્ચ ગ્રહલોક પર સ્થાનાંતરિત થઈ શકું છું. હું ભૂતો અને ખરાબ આત્માઓની વચ્ચે સ્થાનાંતરિત થઈ શકું છું. અથવા હું સામાન્ય જીવનમાં સ્થાનાંતરિત થઈ શકું છું. અથવા હું ભગવાનના રાજ્યમાં સ્થાનાંતરિત થઈ શકું છું. દરેક વસ્તુ ખુલ્લી છે.
જ્યોર્જ: તે સારો સોદો છે. તે એક સારો, પ્રમાણિક સોદો છે.
પ્રભુપાદ: આહ. શા માટે હું ભગવદ ધામ પાછો સ્થાનાંતરિત ના થાઉં? શા માટે હું ત્યાં ના જાઉં? આ નીતિ છે. જો મારે આ જીવનમાં મારા આગલા જીવન માટે મહેનત કરવી પડે, શા માટે હું આગલા જીવનમાં કૃષ્ણ પાસે ના જાઉં અને તેમની સાથે શાશ્વત રીતે, આનંદપૂર્વક ના રહું? હે? જો મારે કોઈ આગલા જીવન માટે કામ કરવાનું જ છે, તો શા માટે કામ ના કરું... અને તે આ યુગમાં બહુ જ સરળ છે. કિર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ: પરમ વ્રજેત (શ્રી.ભા. ૧૨.૩.૫૧). ફક્ત આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી તે બધા જ દૂષણોથી મુક્ત બને છે અને ભગવદ ધામ જાય છે.
730722 - જ્યોર્જ હેરીસન સાથે વાર્તાલાપ - લંડન