GU/730827 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણી આંખો, આપણને બંધ કરવાની વ્યવસ્થા છે, પાંપણો બંધ થાય છે. પણ વિષ્ણુની પાંપણો ક્યારેય બંધ નથી થતી. તેથી તેઓ અનિમિષ કહેવાય છે. તેથી ગોપીઓએ બ્રહમાની નિંદા કરી હતી, કે 'શા માટે તમે અમને આવી બકવાસ પાંપણો આપી છે? (હાસ્ય) ક્યારેયક આંખો બંધ થાય છે; અમે કૃષ્ણને જોઈ નથી શકતા'. આ ગોપીઓની ઈચ્છા છે, તેઓ કૃષ્ણને હમેશા જોવા ઈચ્છે છે, પાંપણોથી પરેશાન થયા વગર. આ કૃષ્ણ ભાવનામૃત છે. એક ક્ષણ પણ જ્યારે પાંપણોને કારણે આંખો બંધ થાય છે તે પણ તેમના માટે અસહ્ય છે. આ કૃષ્ણ ભાવનામૃતની સિદ્ધિ છે."
730827 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૪ - લંડન