GU/730908 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ કહે છે: "બસ મારા પ્રતિ તમારી આસક્તિ વધારવાનો પ્રયત્ન કરો. આનો અભ્યાસ કરો." તે મુશ્કેલ નથી. જેમ કે આપણને આ ભૌતિક જગતમાં અહીં કોઈ વસ્તુ માટે આસક્તિ હોય છે. કોઈકને વ્યવસાય કરવા માટે આસક્તિ છે, કોઈ સ્ત્રી સાથે આસક્ત છે, કોઈ પુરુષ સાથે આસક્ત છે, કોઈક સંપત્તિ સાથે આસક્ત છે, કોઈક કલાથી આસક્ત છે, કોઈક... ઘણી બધી વસ્તુઓ. આસક્તિના ઘણા વિષય છે. તો આપણને આસક્તિ તો છે. તેને આપણે નકારી ન શકીએ. આપણને કોઈ વસ્તુ માટે કોઈ આસક્તિ છે. તે આસક્તિ કૃષ્ણ માટે સ્થાનાંતરિત થવી જોઈએ. તેને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે."
730908 - ઉપ્પસાલા યુનિવર્સિટીમાં ભ.ગી ૭.૧ પર ભાષણ - સ્ટોકહોમ‎