GU/730927 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે જાણે છે કે તે પીડા ભોગવશે. તેથી કેટલીક વાર અંત:કરણ રોકે છે. આપણે કેટલીક વાર આપણા અંત:કરણને પૂછીએ છીએ. અંત:કરણ કહે છે," ના, આવું ના કર." પરંતુ છતાં આપણે તે કરીએ છીએ. તે આપણી અવિદ્યા છે. કારણ કે આપણે જાણતા નથી, અજ્ઞાનતામાં, પરમાત્મા હોવા છતાં, પરમાત્મા મનાઈ કરી રહ્યા છે, "આવું ન કર," છતાં આપણે તે કરીશું. તેને અનુમંતા કહેવાય છે. પરમાત્માની મંજૂરી વિના આપણે કંઇ ન કરી શકીએ. પરંતુ જ્યારે આપણે આગ્રહ રાખીએ છીએ કે "મારે તે કરવું જ છે," ત્યારે તેઓ કહે છે, "ઠીક છે, તું તે કર, પરંતુ તું તેના પરિણામો ભોગવીશ."
730927 - ભાષણ ભ.ગી. ૧૩.૪ - મુંબઈ‎