GU/731014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તે ભગવાનના અભિન્ન અંશની ફરજ છે કે તેમને આનંદ માણવામાં મદદ કરે. તે ભક્તિ છે. ભક્તિ એટલે આનુકૂલ્યેન કૃષ્ણાનુશિલનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭). અનુકુલ. અનુકુલનો અર્થ છે સાનુકૂળ રીતે, કૃષ્ણાનુશિલનમ, કૃષ્ણ ભાવનામૃત - હંમેશાં તે વિચારવું કે કેવી રીતે કૃષ્ણને ખુશ કરવા. તે ભક્તિ છે. આનુકૂલ્યેન કૃષ્ણાનુશિલનમ. જેમ કે ગોપીઓ. પ્રથમ વર્ગનું ઉદાહરણ છે ગોપીઓ અથવા વૃંદાવનના રહેવાસીઓ. તેઓ બધા કૃષ્ણને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે વૃંદાવન છે. જો અહીં પણ, જો તમે કૃષ્ણને ખુશ કરવાનો પ્રયાસ કરો, તો આને વૃંદાવનમાં, વૈકુંઠમાં રૂપાંતરિત કરી શકાય છે. "
731014 - ભાષણ ભ.ગી. ૧૩.૨૦ - મુંબઈ‎