GU/731101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે યોગ્ય ન હોવ, તો તમે તે કેવી રીતે મેળવશો? જેમ કે જો તમારે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવું હોય, તો સરકાર તમને આપી શકે છે. પરંતુ તમારી પાસે લાયકાત હોવી આવશ્યક છે. તમે બસ શેરીમાં સફાઈ કામદાર છો, અને તમે જો ઈચ્છો કે "હું ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ બનીશ," શું સરકાર એટલી મૂર્ખ છે? તમારે ઇચ્છા કરવી જોઈએ; સાથે સાથે તમારામાં ગુણો પણ હોવા જોઈએ. પછી તે કૃષ્ણ પર નિર્ભર કરે છે કે તેઓ તમને શું ઉપહાર આપે છે. શું મુશ્કેલી છે? જે પણ... પહેલા યોગ્યતા પ્રાપ્ત કરો, પછી ઈચ્છા કરો. જો તમે ઠગ છો તો પછી તમારે લાખો ડોલરની ઈચ્છા શા માટે કરવી જોઈએ? તમારે પ્રામાણિકપણે જ કામ કરવું જોઇએ."
731101 - આગમન - દિલ્લી‎