GU/740225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે ધુમાડાને અગ્નિથી અલગ ના કરી શકો. તે શક્ય નથી. ધુમાડો સ્વાભાવિક છે. તેવી જ રીતે, સ્વભાવ અને સ્ત્રોત કે જેમાથી... જેમ કે અગ્નિ - ધુમાડો આવી રહ્યો છે. તમે અલગ ના કરી શકો. તેવી જ રીતે, જો ભૂમિ:, અપ:, અનલ:, વાયુ:, ખમ (ભ.ગી. ૭.૪), આ ભૌતિક પ્રકૃતિ કૃષ્ણમાથી આવી રહી છે, તમે તેને કેવી રીતે કૃષ્ણથી અલગ કરી શકો? તે પણ કૃષ્ણ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. જે વ્યક્તિ જોતો નથી કે ભૂમિ..., તરત જ યાદ કરે છે કે 'આ કૃષ્ણની પ્રકૃતિ છે', તે તરત જ કૃષ્ણને યાદ કરે છે. તે કૃષ્ણ ભાવનામૃત છે."
740225 - ભાષણ ભ.ગી. ૭.૧૧-૧૨ - મુંબઈ