GU/740426 ભાષણ - શ્રીલ પ્રભુપાદ તિરુપતિમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વેદિક જ્ઞાન કહે છે, જેમ તે બ્રહ્મસૂત્ર, વેદાંતસૂત્રમાં કહ્યું છે, કે પરમ નિરપેક્ષ સત્યનું મૂળ કારણ છે એક જીવ. તે પદાર્થ નથી. જેમ કે કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત: સર્વમ પ્રવર્તતે (ભ.ગી. ૧૦.૮). તે અહમ, કૃષ્ણ, એક મૃત પદાર્થ નથી. તેઓ જીવ છે, પરમ જીવ. અને આપણે ઉપનિષદ પરથી સમજીએ છીએ કે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). પરમ નિરપેક્ષ સત્ય એક વ્યક્તિ છે, એક જીવ. તેઓ પરમ જીવ છે. તેવી જ રીતે, મૂળ પરમ નિરપેક્ષ સત્ય કૃષ્ણ છે."
740426 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૧ - તિરુપતિ