GU/740615 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કુલ મિલાવીને, આપણે હમેશા સત્વ-ગુણ, રજોગુણ અને તમોગુણથી મિશ્ર હોઈએ છીએ. તે આપણી ભૌતિક સ્થિતિ છે. તેથી ક્યારેક આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ છીએ જ્યારે આપણે સત્વગુણમાં હોઈએ છીએ, ફરીથી ક્યારેક પતિત થઈએ છીએ જ્યારે તમોગુણ આક્રમણ કરે છે, રજોગુણ આક્રમણ કરે છે. તો આપણે આ ગુણોથી ઉપર ઊઠવું પડે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન (ભ.ગી. ૨.૪૫). અર્જુને સલાહ આપી... કૃષ્ણે સલાહ આપીએ કે 'તું આ બધા ગુણોથી ઉપર ઉઠ'. તો કેવી રીતે તે થઈ શકે? તે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવાથી થઈ શકે. આ નૈસ્ત્રૈગુણ્યોસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરે: (શ્રી.ભા. ૨.૧.૭). જો તમે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવામાં પોતાને પ્રવૃત કરો, તો તમે નિસ્ત્રૈગુણ્ય છો. આ પદ્ધતિ છે, સરળ, બીજું કોઈ કાર્ય નથી. તો અમે તમને ઘણી બધી પુસ્તકો આપેલી છે. ઊંઘતા ના રહો. એક ક્ષણ પણ બરબાદ ના કરો. અવશ્ય, તમારે ઊંઘવું પડે. તેને શક્ય હોય તેટલું ઘટાડો. ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - તેને ઘટાડો."
740615 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૭ - પેરિસ