GU/750331 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). જો તમારે કૃષ્ણને જાણવા હોય, તો કર્મ, યોગ, જ્ઞાન, આ, જોકે તે તમને અમુક હદ સુધી ઉપર ઉઠાવી શકે, પણ તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસે કર્મ, જ્ઞાન અને યોગ દ્વારા જઈ ના શકો. જો તમારે કૃષ્ણને જેમ તેઓ છે તેમ જાણવા હોય, તો તમારે ભક્તિયોગનો માર્ગ સ્વીકરવો પડે. કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વત: અને ભક્તિયોગની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, તમારે બલરામ, સંકર્ષણ, પાસેથી શક્તિની જરૂર પડે છે."
750331 - ભાષણ ચૈ.ચ. આદિ ૧.૭ - માયાપુર