GU/750702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેનવરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણી આસક્તિ ખૂબ જ મજબૂત છે, કે ભલે તે દુ:ખાલયમ હોય... જેમ કે અમુક ભૂંડો, તેઓ ગંદી જગ્યાએ રહે છે અને મળ ખાય છે. અને જો તમે કહો કે 'હું તને કોઈ સારી જગ્યાએ લઈ જઈશ,' તો તે લોકો ત્યાં નહીં જાય. આ થયું છે. ભાગવતમાં તે લખ્યું છે કે એક વાર સ્વર્ગના રાજાને ભૂંડ બનવાનો શાપ મળ્યો. અને તે ભૂંડોના સમાજમાં રહેતો હતો. અને જ્યારે બ્રહ્મા તેને પાછો બોલાવવા માટે આવ્યા, 'શ્રીમાન, તમારા ખરાબ કર્મોને કારણે તમે ભૂંડ બન્યા હતા. હવે તમે સ્વર્ગમાં પાછા ચાલો,' તો તેણે અસ્વીકાર કર્યો, 'ના, મારે આટલી બધી જવાબદારી છે. હું જઈ ના શકું'. તમે જોયું? આ ભૌતિક છે.. તેને માયા કહેવાય છે, ભ્રમ. જો તમે જીવનની સૌથી દુ:ખમય સ્થિતિમાં પણ હોવ, આપણે અનુભવીએ છીએ, 'હવે આપણે ખુશ છીએ'. તો તે આપણી સ્થિતિ છે. આપણે આ સ્થળને છોડવા ઇચ્છતા નથી."
750702 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૯ - ડેનવર