GU/750801 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ ઓર્લીન્સમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મૃત્યુ સમયે, તમે જે વિચારો છો, તે શરીર તમે મેળવો છો. તે પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતે... યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬), કૃષ્ણ કહે છે. તો આપણે આપણા ભાવ, વિચારોને પ્રશિક્ષિત કરવા પડે. જો આપણે હમેશા કૃષ્ણના વિચારોમાં રહીએ, તો સ્વાભાવિક રીતે મૃત્યુ સમયે આપણે કૃષ્ણને યાદ કરીશું. તે સફળતા છે. પછી તરત જ, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ (ભ.ગી. ૪.૯). તરત જ તમે કૃષ્ણલોક જાઓ છો, અને તમારી ઈચ્છા અનુસાર, તમે ગોપીઓ અથવા ગોપાળો અથવા ગાયો અને વાછરડાઓ બનો છો. તે બધા જ સમાન છે. કોઈ ભેદભાવ નથી. તે આધ્યાત્મિક જગત છે. અહી પુરુષ, સ્ત્રી, ગાયો અથવા વૃક્ષો અને ફૂલો વચ્ચે અંતર છે. ના. આધ્યાત્મિક જગતમાં આવો કોઈ ફરક નથી. ફૂલ પણ ભક્ત છે, જીવ. ફૂલને પણ કૃષ્ણની સેવા કરવી છે, ફૂલ તરીકે. વાછરડાને કૃષ્ણની સેવા વાછરડા તરીકે કરવી છે. ગોપીઓને કૃષ્ણની સેવા ગોપી તરીકે કરવી છે. તેઓ બધા એકસમાન છે, પણ વિભિન્નતા પ્રમાણે."
750801 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૯ - ન્યુ ઓર્લીન્સ ફાર્મ