GU/751006 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ડર્બનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: કૂતરો વિચારે છે, 'હું મુક્ત છું,' અહિયાં અને ત્યાં દોડતો. જેવુ તે સ્વામીને જુએ છે, 'આવી જા...' (હાસ્ય) જરા જુઓ, કૂતરાને કોઈ ભાન નથી, 'હું મુક્ત હોઉ તે રીતે કૂદતો હતો, પણ હું મુક્ત નથી'. તે ભાન તેને નથી. તો જો એક મનુષ્યને આવી બુદ્ધિ ના હોય, તો તેનામાં અને કૂતરામાં શું ફરક છે? હમ્મ? તેના વિશે વિચારવાનું છે. પણ તે લોકો પાસે કોઈ બુદ્ધિ નથી, કોઈ મગજ નથી, કોઈ શિક્ષા નથી, અને તેઓ છતાં સભ્ય હોય તેવો દેખાડો કરી રહ્યા છે. જરા જુઓ. મૂઢ. તેથી મૂઢો નાભિજાનાતી (ભ.ગી. ૭.૨૫).


પુષ્ટ કૃષ્ણ: તેઓ વિચારે છે કે અત્યારે જે છે તે સૌથી વધુ સભ્ય માણસ છે, આ આધુનિક કહેવાતી સંસ્કૃતિ.

પ્રભુપાદ: સંસ્કૃતિ... જો તમે એક કૂતરાની સ્થિતિમાં રહો, શું તે સંસ્કૃતિ છે?

પુષ્ટ કૃષ્ણ: ના.

751006 - સવારની લટાર - ડર્બન