GU/751014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જોહાનિસબર્ગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મૃત્યુ સમયે ફરીથી, જેમ હું મારા સંજોગોને યાદ કરીશ,
યમ યમ વાપી સ્મરણ ભાવમ
ત્યજતી અંતે કલેવરમ
(ભ.ગી. ૮.૬)

સૂક્ષ્મ શરીર - મન, બુદ્ધિ અને અહંકારનો વિનાશ નથી થતો. સ્થૂળ શરીર - પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તે સમાપ્ત થઈ જાય છે. પછી સૂક્ષ્મ શરીર મને બીજા સ્થૂળ શરીરમાં લઈ જાય છે. જેમ કે સુગંધ, હવા સુગંધને લઈ જાય છે. જો તે કોઈ સરસ ગુલાબના બગીચામાથી પસાર થતી હોય, હવા ગુલાબની સુગંધને લઈ જાય છે. તેવી જ રીતે, મારા જીવનના કાર્યો, મૃત્યુ સમયે, સૂક્ષ્મ શરીર દ્વારા બીજા સ્થૂળ શરીરમાં લઈ જવામાં આવશે. તો તે સ્થૂળ શરીર ૮૪,૦૦,૦૦૦માથી કોઈ પણ હોઈ શકે છે. ૮૪,૦૦,૦૦૦ શરીરના પ્રકારો છે. અને પ્રકૃતિના નિયમો પ્રમાણે, મારે તેમાથી કોઈકમાં પ્રવેશ કરવો પડશે. તેથી તમે જીવોના વિભિન્ન પ્રકારો જુઓ છો. તો ભક્તિયોગ મતલબ આ અલગ અલગ શરીરોના બંધનમાથી મુક્તિ મેળવવી. તેને ભક્તિયોગ કહેવાય છે."

751014 - ભાષણ - જોહાનિસબર્ગ