GU/751016 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જોહાનિસબર્ગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: તમારે સુરક્ષાપૂર્વક રહેવું છે, પણ તે છે જ નહીં. તમે રાજનૈતિક વ્યવસ્થા કરો જે બહુ જ સુરક્ષિત છે, પણ પ્રકૃતિની વ્યવસ્થા શું છે? તમે કોઈ પણ ક્ષણે લાત મારીને બહાર કાઢી મુકાઇ શકો છો. કોઈ ચોકકસતા નથી. કોઈ ખાત્રી સુદ્ધાં નથી કે તમે આટલા વર્ષો જીવશો. કોઈ પણ ક્ષણે.


હરિકેશ: પણ જો આપણે હમેશા મૃત્યુ વિશે વિચારીએ, કેવી રીતે અત્યારે આપણે જીવનનો આનંદ લઈ શકીએ?

પ્રભુપાદ: પણ મૃત્યુ નક્કી છે. જો તમે વિચારશો નહીં, તો તમે એક ધૂર્ત છો. તે મુદ્દો છે. (હસે છે) મૃત્યુ નક્કી છે. અને જો તમે વિચારતા નથી, તો તમે એક ધૂર્ત છો. તે સાબિતી છે. ધારોકે હું અહિયાં બેઠો છું, આપણે અહી ચાલી રહ્યા છીએ, અને કોઈ ખતરો આવી રહ્યો છે. તે તરત જ મારી નાખશે. તો શું હું શાંતિથી બેસી રહીશ? (હાસ્ય) સૌ પ્રથમ પાકું કરીશ, જેમ કે તે લોકો વીમો લે છે, કે કોઈ મૃત્યુ આવશે નહીં. તમારી વૈજ્ઞાનિક પ્રગતિ, તમારી ઘણી બધી પ્રગતિ, એ પાકું કરો કે તમે મરશો નહીં; તમે અહી આરામથી હમેશને માટે જીવશો. પછી તમે તમારા ઘરને સુંદર બનાવો, તેને સરસ રીતે શણગારો... તે વ્યવસ્થા ક્યાં છે?

751016 - સવારની લટાર - જોહાનિસબર્ગ