GU/751019b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જોહાનિસબર્ગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ જગ્યાએ વર્ગીકરણ છે: 'આળસુ બુદ્ધિશાળી, વ્યસ્ત બુદ્ધિશાળી, આળસુ મૂર્ખ અને વ્યસ્ત મૂર્ખ'. તો, વર્તમાન સમયમાં (હસે છે) આખી દુનિયા વ્યસ્ત મૂર્ખાઓથી ભરેલી છે. પણ પ્રથમ વર્ગનો માણસ, તે આળસુ બુદ્ધિશાળી છે. આળસુ અને બુદ્ધિશાળી, તે પ્રથમ વર્ગનો માણસ છે. અને બીજા વર્ગનો માણસ, વ્યસ્ત બુદ્ધિશાળી. અને ત્રીજો વર્ગ મતલબ આળસુ મૂર્ખ, અને ચોથો વર્ગ મતલબ વ્યસ્ત મૂર્ખ. જયારે મૂર્ખ લોકો વ્યસ્ત હોય છે... જેમ કે અત્યારે તેઓ વ્યસ્ત છે, પણ તેઓ મૂર્ખ છે. જેમ કે વાંદરો, તે બહુ વ્યસ્ત છે. તમે જોયું? અને તેઓ વાંદરાની પ્રજાતિ હોવાનું પસંદ કરે છે, વ્યસ્ત મૂર્ખ. બસ તેટલું જ. મૂર્ખાઓ, જયારે તે વ્યસ્ત હોય છે, તે ફક્ત વિનાશ કરે છે, બસ તેટલું જ. વધુ સારું છે... આળસુ મૂર્ખ તેના કરતા વધુ સારો છે, કારણકે તે એટલું બધું નુકસાન નથી કરતો, પણ આ વ્યસ્ત મૂર્ખ ફક્ત નુકસાન કરશે. અને પ્રથમ વર્ગનો માણસ છે આળસુ બુદ્ધિશાળી. તે જીવનનું મૂલ્ય જાણે છે, અને ડાહપણથી તે વિચારે છે. જેમ કે આપણા બધા જ મહાન સાધુજનો, તેઓ જંગલમાં રહેતા હતા, ધ્યાન, તપસ્યા અને પુસ્તકો લખતા હતા. બધા જ, તમે જોશો, આળસુ બુદ્ધિશાળી. તેઓ પ્રથમ વર્ગના માણસો છે."
751019 - સવારની લટાર - જોહાનિસબર્ગ