GU/751101 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ નૈરોબીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારે ખાવાની પણ જરૂર નથી. ઘણા સાધુ વ્યક્તિઓ છે, તેઓ ખાતા નથી. કેવી રીતે તેઓ કામ કરે છે? રઘુનાથ દાસ ગોસ્વામી ખાતા હતા નહીં. તેઓ દર એકાંતરે દિવસે થોડુક માખણ, એટલુજ, બસ ખાતા હતા. રોજ નહીં; એકાંતરે દિવસે. તો વાસ્તવમાં આપણને ખાવાની જરૂર નથી. ખાવું, ઊંઘવું, મૈથુન અને રક્ષણ - તે શારીરિક જરૂરિયાતો છે. પણ તમે આ શરીર નથી. જ્યારે તમે આધ્યાત્મિક સ્તર પર આવો છો આ ચાર સિદ્ધાંતોની કોઈ જરૂર રહેતી નથી. તો તે તમારી ભૂલ છે, કે તમે વિચારી રહ્યા છો, 'ભગવાનને મારા જેવુ જ શરીર હશે. તેમને તેના પોષણ માટે ખાવું પડતું હશે'. તે તમારી મૂર્ખતા છે. અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમન્તિ. તેમનું શરીર એવું બનેલું છે કે તેઓ કોઈ પણ ભાગથી કોઈ પણ કાર્ય કરી શકે છે. જેમ કે આપણે આંખો વડે જોઈ શકીએ છીએ. જેવુ આપણે આંખો બંધ કરીએ, આપણે જોઈ ના શકીએ. પણ કૃષ્ણ તેમના કાનો વડે જોઈ શકે છે. જેવુ તમે કૃષ્ણને પ્રાર્થના કરો, તરત જ તેઓ જુએ છે, 'ઓહ, અહી મારો ભક્ત છે', તમારી પ્રાર્થનાની ધ્વનિ સાંભળીને."
751101 - સવારની લટાર - નૈરોબી