GU/760102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મદ્રાસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં ધર્મ મતલબ ભગવાન, અને આપણો ભગવાન સાથેનો સંબંધ, અને તે સંબંધ પ્રમાણે કાર્ય કરવું જેથી આપણે જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. તે છે ધર્મ-સંબંધ, અભિધેય, પ્રયોજન, આ ત્રણ વસ્તુઓ. સમસ્ત વેદોને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સંબંધ: આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે? તેને સંબંધ કહેવાય છે. અને પછી અભિધેય. તે સંબંધ પ્રમાણે આપણે કાર્ય કરવું પડે. તેને અભિધેય કહેવાય છે. અને શા માટે આપણે કાર્ય કરીએ? કારણકે આપણને જીવનનું લક્ષ્ય છે, જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. તો જીવનનું લક્ષ્ય શું છે? જીવનનું લક્ષ્ય છે ભગવદ ધામ પાછા જવું. તે જીવનનું લક્ષ્ય છે."
760102 - ભાષણ શ્રી.ભા. ૭.૬.૧ - મદ્રાસ