GU/760218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને આપણી સેવાની જરૂર નથી, પણ જો આપણે કૃષ્ણની થોડી સેવા કરીએ, તો આપણો લાભ છે. તે સૂત્ર છે. એવું ના વિચારો કે કૃષ્ણ બહુ જ કૃતજ્ઞ છે. પણ તે કૃતજ્ઞતા અનુભવે છે. શા માટે? અવિદૂષ: આપણે બધા મૂર્ખ અને ધૂર્ત છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે કોઈ સેવા આપી રહ્યા છીએ. ના. આપણે કોઈ સેવા ના આપી શકીએ. આપણે એટલા નજીવા છીએ કે આપણે ના આપી શકીએ. તેઓ અસીમિત છે, અને આપણે બહુ જ, બહુ જ સીમિત છીએ, સૂક્ષ્મ. પણ છતાં, જેમ એક નાનો બાળક પિતાને કશુંક આપે છે.. તે પિતાની જ સંપત્તિ છે, પણ છતાં, પિતા બહુ જ હર્ષિત થાય છે કે 'આ બાળક મને ચોકલેટ આપે છે'. તે વિચારે છે, 'આ મારી મોટી સંપત્તિ છે', (હાસ્ય)."
760218 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૧૧ - માયાપુર