GU/760420 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જીવ પિતાના વીર્ય દ્વારા માતાના ગર્ભમાં પ્રવેશે છે, તે જ પદ્ધતિ. જ્યાં સુધી જીવ પ્રવેશતો નથી, શરીર આકાર લેતું નથી. તે ફક્ત પદાર્થ જ હોય છે. જ્યારે જીવ પ્રવેશે છે, તેના મન અનુસાર નિર્માણ થવા માંડે છે. તે લોકો તેના વિશે શું જાણે છે? હમ્મ? યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). પદાર્થનું બસ ઈચ્છા અનુસાર નિર્માણ થાય છે. જેમ કે આપણે મારી ઈચ્છા અનુસાર આ મોટા ઘરનું નિર્માણ કર્યું છે. પદાર્થ આપમેળે આ મોટા મકાનમાં પરિવર્તિત ના થઈ શકે. હું માલિક છું. હું ઈચ્છું છું, 'ચાલો ઓરડા આ રીતના બનાવીએ'. તેવી જ રીતે, ભૌતિક તત્ત્વો, પિતાનું વીર્ય અને માતાના બીજનું સંયોજન થાય છે, તે એક યોગ્ય, શું કહેવાય છે, સીમેંટ બનાવે છે, અને હવે જીવની ઈચ્છા અનુસાર તે બંધબેસશે. એવું નહીં કે આપમેળે સીમેંટ એક ઓરડો અથવા નળિયું અથવા આ કે તે બની જાય છે."
760420 - વાર્તાલાપ - મેલબોર્ન