GU/760612 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ડેટ્રોઇટમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ શ્યામ છે, અને અમે તેમની પૂજા કરીએ છીએ. (હાસ્ય) તમે અમારા અર્ચવિગ્રહને જોયા છે? હા. કૃષ્ણ તમારા સંપ્રદાયમાથી છે. (પ્રભુપાદ હસે છે) શ્વેત અને શ્યામનો કોઈ પ્રશ્ન જ નથી. કૃષ્ણ ભાવનામૃત ચામડીથી પરે છે - આત્મા જે છે. ભલે તે કાળો અથવા સફેદ અથવા પીળો હોય, તેનો ફરક નથી પડતો. દેહીનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩). આ પ્રથમ શિક્ષા છે, કે શરીરને ગણો નહીં, પણ શરીરની અંદરના જીવને ગણો. તે મહત્વનુ છે; આપણે તે સમજવું પડે. અમે તે સ્તર પર વાત કરી રહ્યા છીએ. તેથી ક્યારેક તે થોડું મુશ્કેલ હોય છે, કારણકે લોકો જીવનના શારીરિક ખ્યાલમાં ખૂબ જ ડૂબેલા છે. પણ અમારો સિદ્ધાંત તે સ્તરથી શરૂ થાય છે કે જ્યાં જીવનનો શારીરિક ખ્યાલ છે જ નહીં."
760612 - મહાસભાના માણસ સાથે વાર્તાલાપ - ડેટ્રોઇટ