GU/760811 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ તેહરાનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે એક બાળકને કઈક કરવું છે. પિતા કહે છે, 'તે ના કરીશ', મે ઘણી વાર કહ્યું છે. અનિચ્છાથી, 'ઠીક છે, કરવું હોય તો કર'. મે આ ઉદાહરણ ૧૯૨૫ અથવા '૨૬ના મારા વ્યક્તિગત અનુભવથી આપેલું છે જ્યારે મારો પુત્ર ૨ વર્ષનો હતો. એક ટેબલ પંખો હતો, 'મારે તેને અડવું છે'. અને મે કહ્યું, 'ના, સ્પર્શ ના કરીશ'. આ બાળક છે. તો, પણ તે બાળક છે. તેણે ફરીથી અડકવાનો પ્રયત્ન કર્યો. તો એક મિત્ર હતો, તેણે કહ્યું, 'બસ ગતિ ધીમી કર અને તેને અડકવા દે'. તો મે તે કર્યું, ગતિ ધીમી કરી અને તે અડક્યો - ટંગ! પછી તે સ્પર્શ કરતો નહીં. તમે જોયું? તો આ અનુમતિ આપવામાં આવી, 'તેને સ્પર્શ કર', અનિચ્છાથી. હવે તેને અનુભવ થયો અને મે તેને પૂછ્યું, 'ફરીથી સ્પર્શ કરવો છે?'. 'ના.' તો આ અનુમતિ છે. આપણે બધા જે આ ભૌતિક જગતમાં આવ્યા છીએ, તે તેના જેવુ છે. અનિચ્છાથી. તેથી ભગવાન ફરીથી આ ધૂર્તોને સૂચિત કરવા આવે છે કે 'હવે તમે આટલો બધો પ્રયાસ કર્યો છે. વધુ સારું છે કે તમે આ છોડી દો, મારી સાથે પાછા ચાલો'. સર્વ-ધર્માન પરિત્યજ્ય (ભ.ગી. ૧૮.૬૬). અનુમતિ આપવામાં આવી હતી, ચોક્કસ, અને તેને અનુભવ થયો, બહુ જ કડવો, પણ છતાં તે... તે હઠ છે. કૂતરાની માનસિકતા."
760811 - વાર્તાલાપ - તેહરાન