GU/760825 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હૈદરાબાદમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે દરેક, આપણે આ શરીર સાથે ઓળખ કરીએ છીએ. જેમ કે જો કોઈ વ્યક્તિ પૂછે કે તમે કોણ છો, 'હું શ્રીમાન ફલાણા અને ફલાણા છું, હું ભારતીય છું, હું આ છું, હું તે છું'. તે શરીરની ઓળખ આપે છે. પણ તે નથી. તે આ શરીર નથી. તે આત્મ-સાક્ષાત્કાર છે. તે ભગવદ ગીતાની શરૂઆત છે, દેહીનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩) - બે વસ્તુઓ - દેહ, આ શરીર, અને અસ્મિન દેહે, દેહીન: છે, શરીરનો માલિક. તે આધ્યાત્મિક શિક્ષણની શરૂઆત છે. કારણકે સામાન્ય રીતે લગભગ ૯૯.૯% લોકો, તેઓ વિચારે છે કે 'હું આ શરીર છું'."
760825 - વાર્તાલાપ - હૈદરાબાદ