GU/760924 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યશોદામાયી ઇચ્છતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમના પુત્ર બને, જેના માટે તેમણે સેંકડો વર્ષો તપસ્યા કરી. અને જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમની સમક્ષ ઉપસ્થિત થયા..., બંને પતિ અને પત્ની સમક્ષ: 'તમારે શું જોઈએ છીએ?' 'હવે અમારે તમારા જેવો એક પુત્ર જોઈએ છે'. તો કૃષ્ણે કહ્યું, 'મારા જેવો બીજો કોઈ છે જ નહીં, તો હું તમારો પુત્ર થઈશ', તો તેઓ પુત્ર બન્યા. તો તેમણે પૂર્ણ રીતે ભજવવું પડે, કે યશોદામાયી સમજી ના જાય કે 'અહી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે'. તો માતા અને પુત્રની લાગણી જતી રહેશે. તો, કૃષ્ણ બિલકુલ એક નાના બાળકની જેમ રમી રહ્યા છે. તો તે કૃષ્ણની કૃપા છે."
760924 - ભાષણ શ્રી.ભા. ૧.૭.૨૭ - વૃંદાવન