GU/Prabhupada 0012 - જ્ઞાનનો સ્ત્રોત શ્રાવણ હોવો જોઈએLecture on BG 16.7 -- Hawaii, February 3, 1975

આપણામાના દરેક, આપણે અપૂર્ણ છીએ. આપણને આપણી આંખો પર ગર્વ છે, "શું તમે મને દેખાડી શકો છો?" તમારી આંખોની શું લાયકાત છે કે તમે જોઈ શકશો? તે એમ નથી વિચાર કરતો કે, "મારી પાસે કોઈ લાયકાત નથી, છતાં મને જોવું છે." આ આંખો, ઓહ, તે કેટલી બધી પરીસ્થીતીઓ ઉપર આધારિત છે. હમણાં વીજળી છે, તમે જોઈ શકો છો. જેવી વીજળી બંધ થઇ જાય, તમે જોઈ ના શકો. તો પછી તમારી આંખોનું શું મૂલ્ય છે? તમે જોઈ નથી શકતા કે આ દીવારની પરે શું થઈ રહ્યું છે.

તો તમારી કહેવાતી ઇન્દ્રિયો જ્ઞાનનો સ્ત્રોત છે તેવો વિશ્વાસ ના કરો. ના. જ્ઞાનનું સ્ત્રોત હોવું જોઈએ શ્રવણ. તેને કેહવાય છે શ્રુતિ. એટલે વેદોનું નામ છે શ્રુતિ. શ્રુતિ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ. જેમ કે એક બાળક કે છોકરાને જાણવું છે કે તેના પિતા કોણ છે. તો પ્રમાણ શું છે? પ્રમાણ છે શ્રુતિ, માતા પાસેથી સાંભળવું. મા કહે છે, "આ તારો પિતા છે." તો તે સાંભળે છે, તે જોતો નથી કે કેમ તે તેના પિતા બની ગયા. કારણ કે તેના દેહના નિર્માણ પેહલા તેના પિતા હતા, તે કેવી રીતે જોઈ શકે? તો માત્ર જોવાથી, તમે ચોક્કસ કહી ના શકો કે કોણ તમારા પિતા છે. તમારે એક એક અધિકૃત સત્તા પાસેથી સાંભળવું પડે. મા તે અધિકૃત સત્તા છે. તેથી શ્રુતિ પ્રમાણ: પ્રમાણ છે સાંભળવું, જોવું નહીં. જોવું... આપણી અપૂર્ણ આંખો... કેટલા બધા વિઘ્નો છે. તો તેવી જ રીતે, સાક્ષાત પ્રમાણથી, તમને સત્ય પ્રાપ્ત ના થઇ શકે.

સાક્ષાત પ્રમાણ તે માનસિક કલ્પના છે. ડોક્ટર દેડકો. ડોક્ટર દેડકો કલ્પના કરે છે કે એટલાન્ટીક મહાસાગર શું છે. તે કુવામાં છે, ત્રણ ફૂટના કુવામાં,અને કોઈ મિત્રે તેને સંદેશ આપ્યો, "ઓહ, મેં વિશાળ જળ-સમૂહને જોયું છે." "તે વિશાળ જળ શું છે? એટલાન્ટીક મહાસાગર." "તે કેટલું મોટું છે?" "બહુ, બહુ મોટું." તો ડોક્ટર દેડકો વિચારે છે, "હશે ચાર ફૂટ. આ કુવો ત્રણ ફૂટ છે. હશે ચાર ફૂટ. ઠીક છે, પાંચ ફૂટ. સારું, દસ ફૂટ." તો આવી રીતે માનસિક કલ્પના કરીને, કેવી રીતે તે દેડકો, ડોક્ટર દેડકો, એટલાન્ટીક મહાસાગર કે પેસિફિક મહાસાગરને સમજી શકે છે? શું તમે એટલાન્ટીક કે પેસિફિક મહાસાગરની લંબાઈ અને પહોળાઈ અનુમાનથી જાણી શકશો? તો અનુમાનથી, તમને ના મળી શકે. તેઓ કેટલા બધા વર્ષોથી અનુમાન કરી રહ્યા છે આ બ્રહ્માણ્ડ વિષે, કેટલા તારાઓ છે, શું તેની લંબાઈ, પહોળાઈ છે, ક્યા છે... આ ભૌતિક જગત વિષે પણ કોઈ કશું જાણતું નથી, તો આધ્યાત્મિક જગતની તો વાત જ શું કરવી? તે પરે છે, ખુબ જ પરે.

પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતનઃ (ભ.ગી. ૮.૨૦). તમને ભગવદ ગીતામાં મળશે. એક બીજી પ્રકૃતિ છે. આ પ્રકૃતિ, જેને તમે જોઈ શકો છો, આકાશ, એક ગોળ ઘુમ્મટ, તે, અને તેની ઉપર, ફરી પાંચ ઘટકોનું આવરણ છે. આ આવરણ છે. જેમ કે તમે નારિયેળમાં જોયું હશે. એક મજબૂત થડ છે, અને તે આવરણની અંદર જળ છે. તેવી જ રીતે, આ આવરણમા... અને તે આવરણની બહાર, પાંચ આવરણ છે, એક બીજા કરતાં હજાર ગણું મોટું: પાણીનું આવરણ, હવાનું આવરણ, અગ્નિનું આવરણ. તો તમારે આ આવરણોને ભેદવા પડશે. ત્યારે તમને આધ્યાત્મિક જગત મળશે. આ બધા બ્રહ્માંડો, અસંખ્ય, કોટી. યસ્ય પ્રભા પ્રભવતો જગદંડ કોટી (બ્ર.સં. ૫.૪૦) જગદ-અંડ એટલે બ્રહ્માંડ. કોટી, કેટલા કરોડો સાથે ભેગા, તે ભૌતિક જગત છે. અને તે ભૌતિક જગતની પરે આધ્યાત્મિક જગત છે, બીજું આકાશ. તે પણ આકાશ છે. તેને કેહવાય પરવ્યોમ. તો તમારા ઇન્દ્રિય-ગ્રહણ શક્તિથી તમે સૂર્ય ગ્રહ કે ચંદ્ર ગ્રહ ઉપર શું છે તે પણ અંદાજ નથી કરી શકતા, આ ગ્રહ, આ બ્રહ્માંડ ની અંદર. તો તમે આધ્યાત્મિક જગતને માનસિક કલ્પનાથી કેવી રીતે સમજી શકો? તે મૂર્ખતા છે. એટલેજ શાસ્ત્ર કહે છે, અચિંત્ય ખલુ યે ભાવ ન તાંસ તર્કેણ યોજયેત. અચિંત્ય, જે કલ્પી ના શકાય તેવું છે, અને ઇન્દ્રિય-ગ્રહણ થી પરે છે, તેને વાદ-વિવાદથી સમજવા અને અનુમાન-કલ્પના કરવા માટે પ્રયત્ન ના કરો. તે મૂર્ખતા છે. તે સંભવ નથી. એટલેજ આપણે ગુરુ પાસે જવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભીગચ્છેત, સમિત પાણી: શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ (મુ.ઉ. ૧.૨.૧૨). આ વિધિ છે.