GU/Prabhupada 0017 - આધ્યાત્મિક શક્તિ અને ભૌતિક શક્તિ



Lecture on Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 2, 1970

તો આ ભૌતિક જગતમાં બે પ્રકારની શક્તિઓ કાર્ય કરી રહી છે: આધ્યાત્મિક શક્તિ અને ભૌતિક શક્તિ. ભૌતિક શક્તિ એટલે આ આઠ પ્રકાર ના ભૌતિક તત્ત્વો. ભુમીર અપો અનલો વાયુ (ભ.ગી.૭.૪) પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ બધા ભૌતિક છે. અને તેજ રીતે, સૂક્ષ્મ, સૂક્ષ્મ, સૂક્ષ્મ, સૂક્ષ્મ અને સ્થૂળ, સ્થૂળ, સ્થૂળ. જેમ કે જળ પૃથ્વીથી સૂક્ષ્મ છે, અને અગ્નિ જળથી સૂક્ષ્મ છે, પછી વાયુ અગ્નિથી સૂક્ષ્મ છે અને આકાશ વાયુથી સૂક્ષ્મ છે. તેવી જ રીતે, બુદ્ધિ આકાશથી સૂક્ષ્મ છે, અથવા મન આકાશથી સૂક્ષ્મ છે. મન.. તમે જાણો છો, મેં ઘણી વાર ઉદાહરણ આપ્યું છે. મનની ગતિ. કેટલા હજારો માઈલ તમે જઈ શકો છો એક સેકંડમાં. તો જેટલું સૂક્ષ્મ બને છે, તે એટલું શક્તિશાળી બને છે. તેવી જ રીતે, આખરે, જ્યારે તમે આધ્યાત્મિક અંગ પાસે આવશો, સૂક્ષ્મ, જેમાથી બધું ઉપજે છે, ઓહ, તે ખુબજ શક્તિશાળી છે. તે આધ્યાત્મિક શક્તિ છે. તે ભગવદ ગીતામાં આપેલું છે. તે આધ્યાત્મિક શક્તિ શું છે? તે આધ્યાત્મિક શક્તિ આ જીવ છે. અપરેયમ ઇતસ તુ વિદ્ધિ મે પ્રકૃતિમ પરા (ભ.ગી. ૭.૫). કૃષ્ણ કહે છે, "આ ભૌતિક શક્તિઓ છે. તેના ઉપર બીજી, આધ્યાત્મિક શક્તિ છે." અપરેયમ. અપરા એટલે કે ઊતરતી કક્ષાનું. અપરેયમ. "આ બધા વર્ણિત ભૌતિક તત્ત્વો, તેઓ ઊતરતી શક્તિ છે. અને તેનાથી પરે, ઉપરની શક્તિ છે, મારા પ્રિય અર્જુન." તે શું છે? જીવ ભૂત મહા બાહો: "આ બધા જીવો." તે પણ શક્તિ છે. આપણે જીવો, આપણે પણ શક્તિ છીએ, પણ ચડિયાતી શક્તિ. કેવી રીતે ચડિયાતી? કારણ કે યયેદમ ધાર્યતે જગત (ભ.ગી. ૭.૫). ચડિયાતી શક્તિ ઊતરતી શક્તિનું નિયંત્રણ કરે છે. જડ પદાર્થ ને કોઈ શક્તિ નથી. આ વિશાળ વિમાન, સુંદર યંત્ર, આકાશ માં ઉડે છે, ભૌતિક તત્ત્વો થી બનેલું છે. પણ જ્યા સુધી આધ્યાત્મિક શક્તિ, વિમાનચાલક નથી, તે નકામું છે, નકામું. હજારો વર્ષ સુધી જેટ વિમાન હવાઈ અડ્ડા પર ઊભું રહેશે; તે ઉડશે નહીં જ્યા સુધી તે નાનો કણ આધ્યાત્મિક શક્તિ, તે વિમાનચાલક, આવશે અને તેને સ્પર્શ કરશે. તો ભગવાનને સમજવામાં શું મુશ્કેલી છે? તો સાફ વસ્તુ છે, કે આ વિશાળ યંત્ર... કેટલા બધા વિશાળ યંત્ર છે, પણ તે આધ્યાત્મિક શક્તિના સ્પર્શ વગર ચાલી શકતા નથી, એક મનુષ્ય કે એક જીવ. તમે કેવી રીતે આશા રાખી શકો છો કે આ સમસ્ત ભૌતિક શક્તિ સ્વયમ કાર્ય કરે છે કોઈ નિયંત્રણ વગર? તમે કેવી રીતે તમારી દલીલો તે રીતે રાખી શકો છો? તે સંભવ નથી. તેથી ઓછી બુદ્ધિ વાળા મનુષ્યો, તેઓ સમજી ના શકે કે કેવી રીતે આ ભૌતિક શક્તિ પરમ ભગવાન દ્વારા નિયંત્રિત છે.