GU/Prabhupada 0025 - જો આપણે પ્રામાણિક વસ્તુ આપીશું, તે કાર્ય કરશેConversation with Yogi Amrit Desai of Kripalu Ashram (PA USA) -- January 2, 1977, Bombay

યોગી અમ્રિત દેસાઈ: મને તમારા માટે એટલો બધો પ્રેમ છે, અને મેં કહ્યું મને દર્શન માટે આવવું જ પડશે.

પ્રભુપાદ: ધન્યવાદ.

યોગી અમ્રિત દેસાઈ: હું ભક્તોને કહેતો હતો. મે કહ્યું કે તમે...

પ્રભુપાદ: તમે ડોક્ટર મિશ્રા સાથે છો?

યોગી અમ્રિત દેસાઈ: ના. હું અહીના ભક્તોને કહેતો હતો. મે કહ્યું શ્રી પ્રભુપાદ પહેલા વ્યક્તિ છે જેમણે પશ્ચાત દેશોમાં ભક્તિ લાવી જ્યાં તેની સૌથી વધારે જરૂર છે. કારણકે ત્યાં લોકો એટલું બધું માથામાં વિચારે છે, વિચારે છે, વિચારે છે. પ્રેમનો આ માર્ગ એટલો ઊંડો છે.

પ્રભુપાદ: જરા જુઓ. જો તમે એક સાચી અને પ્રામાણિક વસ્તુ પ્રસ્તુત કરો

યોગી અમ્રિત દેસાઈ: ખુબજ પ્રામાણિક.

પ્રભુપાદ: તેનો અનુભવ થશે.

યોગી અમ્રિત દેસાઈ: તેથી આ આટલી સુંદર રીતે વધી રહ્યું છે, કારણ કે તે પ્રામાણિક છે.

પ્રભુપાદ: અને તે ભારતીયોનું કર્તવ્ય છે કે પ્રામાણિક વસ્તુને આપવી. તે છે પર ઉપકાર. મારા પહેલા, આ બધા સ્વામીઓ અને યોગીઓ ત્યાં ગયા હતા તેમને છેતરવા માટે.

યોગી અમ્રિત દેસાઈ: ના, તેઓ સત્યને આપવાથી ડરતા હતા, કારણ કે તેઓ ભયમાં હતા કે તેનો સ્વીકાર નહીં થાય.

પ્રભુપાદ: તેમને ખબર ન હતી કે સત્ય શું છે. (હાસ્ય) ભયભીત નહીં. કેમ? જો કોઈ સત્યના સ્તર ઉપર હોય, તો તેને ભયભીત થવાની શું જરૂર છે?

યોગી અમ્રિત દેસાઈ: અવશ્ય.

પ્રભુપાદ: તેમને ખબર ન હતી કે સત્ય શું છે, વિવેકાનંદ થી લઈને.

યોગી અમ્રિત દેસાઈ: બધાજ, સત્ય છે. જુઓ, તમે આવ્યા પછી... હું ત્યાં હતો ૧૯૬૦ માં. મે યોગા શિખાડવાનો પ્રારંભ કર્યો હતો. પણ તમે આવ્યા પછી હું નિર્ભય બની ગયો ભક્તિને શીખવાડવા અને મંત્રોનો જપ કરવા માટે. તો હવે અમારા આશ્રમમાં ખૂબજ ભક્તિ છે, ખૂબજ ભક્તિ. અને હું તે સમ્માન તમને આપું છું કારણકે હું તે આપવા માટે ભયભીત હતો કારણકે મે વિચાર્યું, "તેઓ ખ્રિસ્તી છે. તેમને ભક્તિ એટલી સારી નહીં લાગે. તે લોકો ખોટું સમજશે." પણ તમે એક ચમત્કાર કર્યો છે. ભગવાને, કૃષ્ણે, તમારા દ્વારા એક ચમત્કાર કર્યો છે. તે ખુબજ અદ્ભુત છે, પૃથ્વીનો સર્વશ્રેષ્ટ ચમત્કાર. હું તેના વિષે એટલું સારું અનુભવું છું.

પ્રભુપાદ: એ તમારી દયા છે કે તમે આ વાક્ય કહો છો. જો આપણે એક પ્રામાણિક વસ્તુ આપીએ, તો તે કાર્ય કરશે.

યોગી અમ્રિત દેસાઈ: ઠીક. હું પણ તે જ કરું છું. દરેક વ્યક્તિ... અમારી પાસે ૧૮૦ લોકો છે જે અહી આશ્રમમાં સ્થાયી રૂપે રહે છે, અને બધા જ બ્રહ્મચર્યનું પાલન કરે છે. બધા જ ૪.૦૦ વાગે સુધી ઉઠી જાય છે, અને ૯.૦૦ વાગ્યે ઊંઘી જાય છે. અને તેઓ એક બીજાને પણ અડતા નથી. તેઓ જુદા જુદા ક્વાર્ટરમાં ઊંઘે છે. તેઓ સત્સંગમાં પણ અલગથી બેસે છે. બહુ જ કડક. ડ્રગ નહીં, દારુ નહીં, માંસ નહીં, ચા નહીં, કોફી નહીં, લસણ નહીં, ડુંગળી નહીં. શુદ્ધ.

પ્રભુપાદ: બહુ સરસ. હા. અમે તેનું પાલન કરીએ છીએ.

યોગી અમ્રિત દેસાઈ: હા.

પ્રભુપાદ: પણ તમારી પાસે કોઈ વિગ્રહ છે?

યોગી અમ્રિત દેસાઈ: હા. ભગવાન કૃષ્ણ અને રાધા અમારા વિગ્રહ છે. મારા ગુરુ છે સ્વામી કૃપાળુ આનંદી. બરોડા ની પાસે તેમનું આશ્રમ છે. તેમણે ૨૭ વર્ષો સુધી તેમની સાધનાનો અભ્યાસ કર્યો, અને બાર વર્ષો સુધી પૂર્ણ મૌન વ્રત રાખ્યું હતું. પાછલા થોડા વર્ષોથી તે દર વર્ષે એક કે બે વાર વાત કરે છે કારણકે ઘણા લોકો તેમને વિનંતી કરે છે.

પ્રભુપાદ: તે જપ નથી કરતા?

યોગી અમ્રિત દેસાઈ: તે જપ કરે છે. તેમના મૌન-વ્રતમાં, જપ ચાલે છે. કારણ કે જયારે તે કહે છે... જયારે તે ભગવાનના નામનો જપ કરે છે, તે મૌન વ્રતનો ભંગ નથી. તેથી તે જપ કરે છે.

પ્રભુપાદ: મૌન વ્રત એટલે કે આપણે અર્થહીન વાત ના કરીએ. આપણે હરે કૃષ્ણનો જાપ કરીએ. તે મૌન-વ્રત છે. ભૌતિક વસ્તુઓના વિષે વાત કરીને સમય બગાડવા કરતા, ચાલો હરે કૃષ્ણનો જપ કરીએ. તે સકારાત્મક છે. અને મૌન-વ્રત નકારાત્મક છે. અર્થહીન વાતો બંધ કરો; અર્થવાળી વાત કરો.

યોગી અમ્રિત દેસાઈ: બરોબર! તે બરોબર છે.

પ્રભુપાદ: પરમ દ્રષ્ટવા નીવર્તતે (ભ.ગ. ૨.૫૯). પરમ દ્રષ્ટવા નીવર્તતે. જો વ્યક્તિ પોતાની અર્થહીન કાર્યો બંધ કરશે,ત્યારે પરમ..પરમ દ્રષ્ટવા નીવર્તતે. જયારે તમારા પાસે વધારે સારી વસ્તુ છે, સ્વાભાવિક રીતે તમે કચરાનો ત્યાગ કરશો. તો જે પણ ભૌતિક છે, તે કચરો છે. કર્મ, જ્ઞાન, યોગ, તે બધા ભૌતિક છે. કર્મ, જ્ઞાન, યોગ. કહેવાતા યોગીઓ પણ, તે બધા ભૌતિક છે.