GU/Prabhupada 0030 - કૃષ્ણ ફક્ત આનંદ કરે છે



Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970

""શ્રી ભગવાન યદ્યપિ પોતાના ધામમાં સ્થિત છે, મન કરતા વધારે ગતિશીલ છે અને બધા દોડતાઓને હરાવી શકે છે. શક્તિશાળી દેવતાઓ પણ તેમની પાસે નથી જઈ શકતા. યદ્યપિ, તે એક જગ્યાએ સ્થિત છે, પણ તેઓ વાયુ, વર્ષા ને પ્રદાન કરવાવાળા પર પણ નિયંત્રણ રાખે છે. તે શ્રેષ્ઠતામાં બધા કરતા ચડિયાતા છે." તેની પુષ્ટિ બ્રહ્મ સંહિતામાં પણ થયેલી છે. ગોલોક એવ નિવસતિ અખીલાત્મ ભૂતઃ (બ્ર.સં. ૫.૩૭). કૃષ્ણ, યદ્યપિ હમેશા ગોલોક વૃંદાવનમાં છે, તેમને કઈ પણ કરવાનું નથી. તેઓ માત્ર તેમના પાર્ષદોના સંગનો આનંદ લે છે, ગોપીઓ અને ગોપબાળો, તેમના માતા, તેમના પિતા. મુક્ત, પૂર્ણ રૂપે મુક્ત. અને જે તેમના પાર્ષદ છે, તે હજી પણ વધારે મુક્ત છે. કારણ કે જયારે તેમના પાર્ષદો સંકટમાં હોય છે, કૃષ્ણ ચિંતામાં હોય છે કે કેવી રીતે તેમની રક્ષા કરવી, પણ પાર્ષદો, તેમને કોઈ ચિંતા નથી. "ઓહ, કૃષ્ણ છે." જરા જુઓ. (ધીમું હાસ્ય) પાર્ષદો, તેમને કોઈ ચિંતા નથી. કઈ પણ, કઈ પણ થાય છે, તમે કૃષ્ણ પુસ્તક માં વાંચશો - ઘણા બધા સંકટો. બાળકો, કૃષ્ણ સાથે, દરરોજ વાછરડાઓ અને ગાયો સાથે જતા હતા અને યમુનાના તટ પર વનમાં રમતા હતા, અને કંસ કોઈ અસુરને મોકલતો હતો તેમને મારી નાખવા માટે. તો તમે જોયું છે, તમે ચિત્ર પણ જોશો. તો તેઓ આનંદ લેતા હતા કારણ કે તેઓ એટલા બધા આશ્વસ્ત છે. તે આધ્યાત્મિક જીવન છે. અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસ પાલન. આ દૃઢ વિશ્વાસ, કે "કોઈ પણ સંકટમય સ્થિતિમાં કૃષ્ણ મને બચાવશે", આ શરણાગતિ છે.

શરણાગતિના છ તબક્કાઓ છે. પેહલી વસ્તુ છે કે જે પણ ભક્તિ માટે અનુકુળ છે, તેનો સ્વીકાર કરવો; અને જે પણ ભક્તિથી પ્રતિકૂળ છે, તેને ત્યાગવું. અને પછી છે ભગવાનના પાર્ષદોમાં પોતાને સમ્મેલિત કરવું. જેમ કે કૃષ્ણને એટલા બધા પાર્ષદો છે, તમે પણ થઈ શકો છો...બેશક... પણ બનાવટી રૂપે નહીં. જયારે તમે ઉન્નત થશો, તમને જાણ થશે કે કૃષ્ણ સાથે તમારો શું સંબંધ છે. પછી જ્યારે તમે તે સંગમાં પોતાને સમ્મેલિત કરશો, અને પછીનું સ્તર છે એવો વિશ્વાસ કે, "કૃષ્ણ મારી રક્ષા કરશે." વાસ્તવમાં, તેઓ બધાની રક્ષા કરે છે. તે હકીકત છે. પણ માયામાં આપણે એવું વિચારીએ છીએ કે આપણે પોતાની રક્ષા કરીએ છીએ, આપણે પોતાનું પોષણ કરીએ છીએ. ના. તે હકીકત નથી.