Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0036 - આપણા જીવનનું લક્ષ્ય

From Vanipedia


આપણા જીવનનું લક્ષ્ય
- Prabhupāda 0036


Lecture on BG 2.1-11 -- Johannesburg, October 17, 1975

તો જ્યારે આપણે આ ભૌતિક કામકાજથી ગૂંચવાઈએ છીએ, શું કરવું - કરવું કે ના કરવું, આ ઉદાહરણ છે - તે સમયે આપણે એક ગુરુ પાસે જવું જોઈએ. તે ઉપદેશ અહી અપાયેલો છે, આપણે જોઈએ છીએ. પૃચ્છામી ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતઃ જ્યારે આપણે મોહિત થઈએછીએ, આપણે તફાવત કરી નથી કરતાં કે શું ધાર્મિક છે અને શું અધાર્મિક છે, આપણું પદ યોગ્ય રીતે ઉપયોગ નથી કરતાં. તે છે કાર્પણ્ય દોશોપહત સ્વભાવ: (ભ.ગી. ૨.૭). તે સમયે ગુરુની આવશ્યકતા છે. તે વેદિક ઉપદેશ છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભીગચ્છેત શ્રોત્રીયમ બ્રહ્મ નિષ્ઠમ (મુ.ઉ. ૨.૧૨). આ છે કર્તવ્ય. આ છે સભ્યતા, કે આપણે જીવનની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. તે સ્વાભાવિક છે. આ ભૌતિક જગતમાં, ભૌતિક જગત જીવનની સમસ્યાઓથી ભરેલું છે. પદમ પદમ યદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). ભૌતિક જગત એટલે દર પગલાએ સંકટ છે. તે છે ભૌતિક જગત. તો તેથી આપણે ગુરુ પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ, શિક્ષક પાસેથી, ગુરુ પાસેથી, કેવી રીતે પ્રગતિ કરવી, કારણકે આ... તે પછી સમજાવવામાં આવશે, કે આપણા જીવનનું લક્ષ્ય, ઓછામાં ઓછું આ માનવ જન્મમાં, આર્ય સભ્યતામાં, આપણા જીવનનું લક્ષ્ય છે આપણી સ્વરૂપ અવસ્થાને સમજવું, "હું શું છું. હું શું છું." જો આપણે તે સમજતા નથી કે ,"હું શું છું," તો પછી હું કુતરા બિલાડીના બરાબર છું. કુતરા, બિલાડી, તેઓ જાણતા નથી. તેઓ એમ વિચારે છે કે તેઓ શરીર છે. તે સમજાવવામાં આવશે. તો જીવનના આવી અવસ્થામાં, જ્યારે આપણે ગૂંચવાઈએ છીએ... વાસ્તવમાં આપણે દરેક ક્ષણે ભ્રમિત છીએ.

તેથી તે આવશ્યક છે કે આપણે એક પ્રામાણિક ગુરુ પાસે જઈએ. હવે અર્જુન કૃષ્ણ પાસે જાય છે, પ્રથમ વર્ગના ગુરુ. પ્રથમ વર્ગના ગુરુ. ગુરુ મતલબ પરમ ભગવાન. તે દરેકના ગુરુ છે, પરમ ગુરુ. તો જે પણ કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે, તે પણ ગુરુ છે. તે ચોથા અધ્યાયમાં સમજાવવામાં આવશે. એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષ્યઓ વિદુ: (ભ.ગી. ૪.૨). તો કૃષ્ણ ઉદાહરણ આપે છે, ક્યાં આપણે શરણાગત થવું જોઈએ અને ગુરુને સ્વીકારવા જોઈએ. અહી કૃષ્ણ છે. તો આપણે કૃષ્ણને કે તેના પ્રતિનિધિને ગુરુના રૂપે સ્વીકારવા જોઈએ. ત્યારે તમારી સમસ્યાઓનું સમાધાન થશે. નહીતો, તે સંભવ નથી, કારણ કે તેઓ કહી શકે છે તમારા માટે શું સારું છે, તમારા માટે શું ખરાબ છે. તેઓ કહે છે, યહ શ્રેય: સ્યાન નીશ્ચીતમ બ્રૂહી તત (ભ.ગી.૨.૭). નીશ્ચીતમ. જો તમારે સલાહ, ઉપદેશ, નીશ્ચીતમ, જે કોઈ પણ સંશય વગર છે, કોઈ પણ મોહ વગર, કોઈ પણ ખોટ વગર, કોઈ પણ છેતરપીંડી વગર, તેને કહેવાય છે નીશ્ચીતમ. તે તમને કૃષ્ણ કે તેમના પ્રતિનિધિ પાસેથી મળશે. તમને એક અપૂર્ણ વ્યક્તિ કે કપટી વ્યક્તિ પાસેથી સાચી માહિતી નથી મળી શકતી. તે સાચો ઉપદેશ નથી. આજકાલ તે એક ફેશન બની ગઈ છે; દરેક વ્યક્તિ ગુરુ બની રહ્યો છે અને તે પોતાનો વ્યક્તિગત મત આપે છે, "હું એમ વિચારું છું," "મારા મતે." તે ગુરુ નથી. ગુરુ મતલબ તે શાસ્ત્રમાથી પ્રમાણ આપે છે. ય: શાસ્ત્ર વિધિમ ઉત્સર્જ્ય વર્તતે કામ-કારતઃ (ભ.ગી.૧૬.૨૩). "જે પણ શાસ્ત્રમાથી પ્રમાણ, સબૂત આપતો નથી, તો "ન સિદ્ધિમ સ અવાપ્નોતી," તો તેને ક્યારે પણ કોઈ સફળતા મળતી નથી. ન સુખમ, "ન તેને આ ભૌતિક જગતમાં કોઈ સુખ મળે છે," ન પરમ ગતિમ, "અને આવતા જીવન માં ઉન્નતિનું તો કહેવું જ શું."તો આ નિર્દેશ છે.