GU/Prabhupada 0039 - આધુનિક નેતા માત્ર એક કઠપૂતળી જેવો છેLecture on SB 1.10.3-4 -- Tehran, March 13, 1975

તો યુધિષ્ઠિર મહારાજ જેવો આદર્શ રાજા, તે માત્ર જમીન ઉપર જ નહીં, સમુદ્ર ઉપર, સમસ્ત ગ્રહ ઉપર રાજ્ય કરી શકે છે. આ છે આદર્શ. (વાંચતા:) "આધુનિક અંગ્રેજી નિયમ મુજબ જ્યેષ્ઠ પુત્રને મિલકતનો વારસો મળે, તે દિવસોમાં પણ ચલણમાં હતો જ્યારે મહારાજ યુધિષ્ઠિર પૃથ્વી અને સમુદ્ર ઉપર રાજ્ય કરતા હતા." તેનો મતલબ આખો ગ્રહ, સમુદ્ર સાથે. (વાંચતા:) "તે દિવસોમાં હસ્તિનાપુરના રાજા, હવે નવી દિલ્લીનો ભાગ છે, સમસ્ત દુનિયાના સમ્રાટ હતા, સમુદ્ર સહીત, મહારાજ પરિક્ષિત, મહારાજ યુધિષ્ઠિરના પૌત્ર, ના સમય સુધી. તેમના નાના ભાઈઓ મંત્રીઓ અને રાજ્યના સેનાપતિઓ તરીકે કાર્ય કરતાં હતા, અને રાજાના બધા ધાર્મિક ભાઈઓ વચ્ચે પૂર્ણ સહમતી અને સહકાર હતો. મહારાજ યુધિષ્ઠિર એક આદર્શ રાજા કે ભગવાન શ્રી કૃષ્ણના સાચા પ્રતિનિધિ હતા.." રાજા કૃષ્ણનો પ્રતિનિધિ હોવો જોઈએ. "..આ પૃથ્વીના રાજ્ય ઉપર શાસન કરવું તે ઇન્દ્ર, સ્વર્ગ લોકના પ્રતિનિધિ શાસક, બરાબર હતું. દેવતાઓ જેમ કે ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, વરુણ, વાયુ, ઈત્યાદી આ જગતના વિવિધ ગ્રહોના પ્રતિનિધિ રાજાઓ છે. અને તેવી જ રીતે મહારાજ યુધિષ્ઠિર પણ એમનામાંથી એક હતા, આ પૃથ્વીના રાજ્ય ઉપર શાસન કરી રહ્યા હતા.

મહારાજ યુધિષ્ઠિર આધુનિક લોકતંત્રના એક અપ્રબુદ્ધ રાજકીય નેતા ન હતા. મહારાજ યુધિષ્ઠિર ભીષ્મદેવ અને અચ્યુત ભગવાન દ્વારા પણ ઉપદેષિત હતા, અને તેથી તેમને બધા વિષયોનું જ્ઞાન પૂર્ણતામાં હતું. રાજ્યના આધુનિક વહીવટી અધ્યક્ષ એક કટપૂતલી જેવો છે, કારણ કે તેને કોઈ રાજકીય શક્તિ નથી. ભલે તે મહારાજ યુધિષ્ઠિર જેવો પ્રબુદ્ધ હોય તો પણ, તે પોતાની સ્વેચ્છાથી કઈ કરી શકતો નથી તેની સ્વરૂપ અવસ્થાના કારણે. તેથી, આ પૃથ્વી ઉપર આટલા બધા રાજ્યો લડી રહ્યા છે સૈદ્ધાંતિક મતભેદના કારણે કે સ્વાર્થી હેતુના લીધે. પણ મહારાજ યુધિષ્ઠિર જેવા રાજાને પોતાનો વ્યક્તિગત કોઈ સિદ્ધાંત ન હતો. તેમણે તો માત્ર ભગવાન કે ભગવાનના પ્રતિનિધિની શિક્ષા અને ઉપદેશનું પાલન કરવાનું હતું, અને અધિકૃત પ્રતિનિધિ, ભીષ્મદેવ. શાસ્ત્રોમાં શિક્ષા છે કે વ્યક્તિએ મહાજનોનું અનુસરણ કરવું જોઈએ. અને અચ્યુત ભગવાનનું અનુસરણ કરવું કોઈ સ્વાર્થના હેતુ કે સ્વયમ નિર્મિત વિચારધારા વગર તેથી, તે મહારાજ યુધિષ્ઠિર માટે સંભવ હતું સમસ્ત દુનિયાનું શાસન કરવું, સમુદ્ર સહિત, કારણકે સિદ્ધાંતો અચ્યુત હતા અને બધા માટે સમાન રૂપે લાગુ છે.

એક વિશ્વ રાજ્યનો વિચાર ત્યારેજ પૂર્ણ થશે જ્યારે આપણે અચ્યુત અધિકારીનું પાલન કરીશું. એક અપૂર્ણ માનવ એવા સિદ્ધાંતની રચના નથી કરી શકતો જે બધાને સ્વીકૃત છે. માત્ર પૂર્ણ અને અચ્યુત વ્યક્તિ જ નિયમ બનાવી શકે છે જે બધી જગ્યાએ લાગુ પડી શકે તેમ છે, અને દુનિયાના બધા લોકો દ્વારા પાલન કરી શકાય છે. એક વ્યક્તિ જ શાસન કરે છે, કોઈ અવ્યક્ત સરકાર નથી. જો વ્યક્તિ પરિપૂર્ણ છે, તો સરકાર પણ પરિપૂર્ણ છે. જો વ્યક્તિ મૂર્ખ છે તો સરકાર પણ મૂર્ખનું સ્વર્ગ છે. આ પ્રકૃતિનો નિયમ છે. કેટલી બધા કથા છે અપૂર્ણ રાજા કે વહીવટી પ્રમુખોની. તેથી, વહીવટી પ્રમુખ મહારાજ યુધિષ્ઠિર જેવો એક પ્રશિક્ષિત વ્યક્તિ હોવો જોઈએ, અને તેના પાસે દુનિયાને ચલાવા માટે પૂર્ણ સત્તાધિકાર હોવો જોઈએ. એક વિશ્વ રાજ્યનો સિદ્ધાંત મહારાજ યુધિષ્ઠિર જેવા એક આદર્શ રાજાના શાસન હેઠળ જ વાસ્તવિકતા બની શકે છે. તે દિવસોમાં દુનિયા સુખી હતી કારણકે મહારાજ યુધિષ્ઠિર જેવા રાજા દુનિયાનું રાજ્ય કરતા હતા." આ રાજાને મહારાજ યુધિષ્ઠિરનું અનુસરણ કરીને એક આદર્શ સ્થાપિત કરવા દો કે કેવી રીતે એક રાજાશાહી એક આદર્શ રાજ્ય બનાવી શકે છે. શાસ્ત્રોમાં ઉપદેશ છે, અને જો તે તેનું પાલન કરશે, તો તે કરી શકે છે. તેની પાસે શક્તિ છે.

ત્યારે કારણકે તેઓ એટલા આદર્શ રાજા હતા, તે કૃષ્ણના પ્રતિનિધિ હતા, તેથી, કામમ વવર્ષ પર્જન્ય: (શ્રી.ભા. ૧.૧૦.૪). પર્જન્ય: એટલે વર્ષા. તો વર્ષા જીવનની બધા જરૂરિયાતોને પૂરું પાડવાનો મુખ્ય આધાર છે, વર્ષા. તેથી કૃષ્ણ ભગવદ ગીતા માં કહે છે, અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદ અન્ન સમ્ભવ: (ભ.ગી. ૩.૧૪). જો તમારે લોકોને સંતુષ્ટ કરવા છે, બંને મનુષ્ય અને પશુને... પશુઓ પણ છે. તેઓ.... આ ધૂર્ત રાજ્ય અધિકારીઓ, કોઈક વાર તે મનુષ્યોના લાભ માટે દેખાવો કરે છે, પણ પશુઓના માટે કોઈ પણ લાભ નથી. કેમ? કેમ આ અન્યાય? તેઓ પણ આ ધરતી ઉપર જન્મ્યા છે. તેઓ પણ જીવ છે. તેઓ પશુ હશે. તેમને બુદ્ધિ નથી. તેમની પાસે બુદ્ધિ છે, પણ મનુષ્યો જેવી નથી, પણ તેનો અર્થ એ છે કે નિયમિત કતલખાના નિર્મિત થાય તેમને મારવા માટે? શું તે ન્યાય છે? અને તે જ નહીં, પણ કોઈ પણ, જો તે રાજ્યમાં આવશે, તો રાજાએ તેને શરણ આપવી જોઈએ. કેમ આ અંતર? કોઈ પણ શરણ લઇ શકે છે, "શ્રીમાન, મને તમારા રાજ્યમાં રેહવું છે," તો તેમને બધી સગવડો આપવી જોઈએ. કેમ આ, "ના, ના. તમે ના આવી શકો. તમે અમરીકી છો. તમે ભારતીય છો. આ શું છે?" ના. કેટલી બધી વસ્તુ છે, પણ જો તેઓ વાસ્તવમાં સિદ્ધાંતનું પાલન કરે, વેદિક સિદ્ધાંતો, ત્યારે આદર્શ રાજા એક સારો નેતા બનશે. અને પ્રકૃતિ મદદ કરશે. તેથી તે કહેલું છે, કે મહારાજ યુધિષ્ઠિરના શાસનમાં, કામમ વવર્ષ પર્જન્ય: સર્વ કામ દુઘા મહી (શ્રી.ભા. ૧.૧0.૪). મહી, પૃથ્વી. આપણને પૃથ્વીથી બધા જરૂરિયાતો મળે છે. તે આકાશથી પડતી નથી. હા, તે આકાશથી વર્ષાના રૂપમાં પડે છે. પણ તેમને વિજ્ઞાન ખબર નથી, કે કેવી રીતે પૃથ્વીથી વસ્તુઓ વિવિધ પ્રકારની વ્યવસ્થાઓથી ઉત્પન્ન થાય છે. ચોક્કસ પરિસ્થિતિઓમાં અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષા થાય છે. પછી કેટલી બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે, કિમતી પત્થર અને મોતી. તેમને ખબર નથી આ બધી વસ્તુઓ કેવી રીતે આવે છે. તો તેથી, જો રાજા પુણ્યવાન છે, તેને સહાય કરવા માટે પ્રકૃતિ પણ મદદ કરે છે. અને જો રાજા, કે સરકાર પાપી છે, તો પ્રકૃતિ પણ સહકાર નહીં આપે.