GU/Prabhupada 0050 - તે લોકો જાણતા નથી કે આગલું જીવન શું છે



Lecture on BG 16.5 -- Calcutta, February 23, 1972

પ્રકૃતિ, કૃષ્ણની આજ્ઞા અનુસાર, આપણને અવસર આપે છે, આપણને અવસર આપે છે, જન્મ અને મૃત્યુના બંધનથી બહાર આવવા માટે: જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). વ્યક્તિ બુદ્ધિમાન હોવો જોઈએ જીવનની આ ચાર ઘટનાઓના કષ્ટ જોવા માટે: જન્મ મૃત્યુ જરા વ્યાધિ. આ છે આખી વૈદિક પદ્ધતિ - કેવી રીતે તેના ચંગુલથી બહાર નીકળવું. પણ તેમને અવસર આપવામાં આવેલો છે, "તમે આ કરો, તમે તે કરો, તમે તે કરો," તો આ નિયમિત જીવન છે, જેનાથી અંતે તે બહાર આવી શકશે.

તેથી ભગવાને કહ્યું, દૈવી સંપદ વિમોક્ષાય (ભ.ગી. ૧૬.૫). જો તમે આ દૈવી સંપત, આ ગુણોનો વિકાસ કરો, જેમ કે વર્ણિત છે - અહિંસા, સત્ત્વસંશુદ્ધિ, અહિંસા, ઘણી બધી વસ્તુઓ - ત્યારે તમે બહાર નીકળશો, વિમોક્ષાય. દુર્ભાગ્યવશ, આધુનિક સભ્યતાને ખબર નથી કે વિમોક્ષાય એટલે શું છે. તેઓ ખૂબ જ અંધ છે. તેમને ખબર નથી કે કોઈ એવી અવસ્થા છે જેને વિમોક્ષાય કેહવાય છે. તેમને ખબર નથી. તેમને ખબર નથી આગલું જીવન શું છે. કોઈ પણ શૈક્ષણિક પદ્ધતિ નથી. હું આખા દુનિયામાં ફરી રહ્યો છું. એક પણ એવી સંસ્થા નથી જે આત્માના દેહાંતર વિષે જ્ઞાન આપે છે, કેવી રીતે વ્યક્તિને વધારે સારું જીવન મળી શકે. પણ તેઓ વિશ્વાસ નથી કરતા. તેમને કોઈ જ્ઞાન નથી. તે આસુરી સંપત છે. તેનું અહી વર્ણન કરવામાં આવશે: પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુ આસુર: પ્રવૃત્તિમ. પ્રવૃત્તિમ મતલબ આકર્ષણ કે આસક્તિ. કેવા કાર્યોમાં આપણે આસક્ત થવા જોઈએ, અને કેવા કાર્યોમાં આપણે વિરક્ત થવા જોઈએ, તે અસુર નથી જાણતા. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. તે અસુર નથી જાણતા.

પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ
જના ન વિદુ: આસુર:
ન શૌચમ નાપિ ન ચાચારો
ન સત્યમ તેષુવિદ્યતે
(ભ.ગી ૧૬.૭)

આ અસુરો છે. તેમને ખબર નથી કેવી રીતે તેમનું જીવન નિર્દિષ્ટ થવું જોઈએ, કઈ દિશામાં. તેને કેહવાય છે પ્રવૃત્તિ. અને કેવા પ્રકારના જીવનથી તેઓ વિરક્ત થવા જોઈએ, તે નિવૃત્તિ છે. પ્રવૃત્તિસ તુ જીવાત્મન. તે બીજું છે. ભુનમ. નિવૃત્તિસ તુ મહાફલામ. સમસ્ત શાસ્ત્ર, સમસ્ત વૈદિક નિર્દેશ તે પ્રવૃત્તિ નિવૃત્તિ માટે છે. તેઓ ધીમે ધીમે શીખી રહ્યા છે. જેમ કે લોકે વ્યવાયામીશા મદ્ય સેવા નિત્ય સુજન્તો: જીવને સ્વાભાવિક ટેવ છે વ્યવાય, મૈથુન જીવન માટે; અને મદ્ય-સેવા, નશો; આમિષ-સેવા, અને માંસાહાર. એક સ્વાભાવિક ટેવ છે. પણ આસુરી લોકો, તેઓ તેને રોકવાની કોશિશ નથી કરતાં. તેમને તે વધારવું છે. તે આસુરી જીવન છે. મને કોઈ રોગ છે. જો મને તેનું નિવારણ કરવું હોય, તો ડોક્ટર મને કઈક લખી આપે છે કે "આ તમે ના લેતા." જેમ કે મધુપ્રમેહનો રોગી. તેને નિષેધ છે, "ખાંડ ન લેતા, સ્ટાર્ચ ન લેતા." નિવૃત્તિ. તેવી જ રીતે, શાસ્ત્ર આપણને નિર્દેશ આપે છે. કે તમારે આ વસ્તુઓને સ્વીકારવી જોઈએ અને તમારે આ વસ્તુઓને સ્વીકારવી ન જોઈએ, શાસ્ત્ર. જેમ કે અમારા સમાજમાં, અમે સૌથી મુખ્ય નિવૃત્તિ અને પ્રવૃત્તિને પકડી રાખ્યા છે. પ્રવૃત્તિ. અમે અમારા વિદ્યાર્થિઓને ઉપદેશ આપીએ છીએ, "અવૈધ મૈથુન જીવન નહીં, માંસાહાર નહીં, આમિષ-સેવા નહીં." આમિષ-સેવા નિત્ય સુજન્તો: પણ શાસ્ત્ર કહે છે કે જો તમે તેને છોડી શકો, નિવૃત્તિસ તુ મહાફલમ, ત્યારે તમારું જીવન સફળ છે. પણ આપણે તૈયાર નથી. જો તમે પ્રવૃત્તિને સ્વીકાર કરવા માટે અને નિવૃત્તિને અસ્વીકાર કરવા માટે તૈયાર નથી, તો આપણે જાણવું જોઈએ કે તે અસુર છે. કૃષ્ણ અહી કહે છે, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુર આસુર: (ભ.ગી ૧૬.૭). તેઓ નથી કરતા... "ઓહ, તે શું છે?" તેઓ કહે છે, મોટા મોટા સ્વામીઓ પણ કહેશે, "ઓહ, તેમાં ખોટું શું છે? તમે કઈ પણ ખાઈ શકો છો. કોઈ વાંધો નથી. તમે કઈ પણ કરી શકો છો. તમે માત્ર મને દક્ષિણા આપો, અને હું તમને વિશેષ મંત્ર આપીશ." આ વસ્તુઓ ચાલી રહી છે.