GU/Prabhupada 0052 - ભક્ત અને કર્મી વચ્ચેનું અંતરLecture on SB 1.2.9-10 -- Delhi, November 14, 1973

ભક્તિ અને કર્મ વચ્ચે આ અંતર છે. કર્મ ઇન્દ્રિય તૃપ્તિ છે, અને ભક્તિ ભગવાનને પ્રસન્ન કરવું. એક જ વાત છે. તેથી લોકો સમજી નથી શકતા કે ભક્ત અને કર્મી વિષે અંતર શું છે. કર્મી પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે જયારે ભક્ત ભગવાનની ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે. કોઈક ઇન્દ્રિય તૃપ્તિ તો થવી જ જોઈએ. પણ જ્યારે તમે કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરો, તે ભક્તિ કેહવાય છે. ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). ઋષિક એટલે કે ઇન્દ્રિય, શુદ્ધ ઇન્દ્રિયો. તે મે બીજા દિવસે સમજાવ્યું હતું, કે

સર્વોપાધી વિનીર્મુક્તમ
તત પરત્વેન નીર્મલમ
ઋષિકેણ ઋષિકેશ
સેવનમ ભક્તિર ઉચ્યતે
(ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦)

ભક્તિનો અર્થ એ નથી કે તમે કામ કરવાનું બંધ કરી દો. ભક્તિનો અર્થ ભાવુકતાનું ઝૂનૂન નથી. તે ભક્તિ નથી. ભક્તિનો અર્થ છે કે તમે તમારી ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના સ્વામીની સેવામાં લગાડો. તેને ભક્તિ કેહવાય છે.

તેથી કૃષ્ણનું નામ ઋષિકેશ છે. ઋષિક મતલબ ઇન્દ્રિયો. અને ઋષિક ઈશ, તેઓ ઇન્દ્રિયોના સ્વામી છે. વાસ્તવમાં, આપણી ઇન્દ્રિયો સ્વતંત્ર રૂપે કાર્ય નથી કરતી. આપણે તે સમજી શકીએ છીએ. કૃષ્ણ નિર્દેશન કરી રહ્યા છે. સર્વસ્ય ચાહમ હ્રદી સન્નીવીષ્ટો મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫). મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. એક વૈજ્ઞાનિક એટલે કાર્ય કરે છે કારણકે કૃષ્ણ તેની મદદ કરે છે, એવું નથી કે તે સ્વતંત્ર થઈને કામ કરે છે. તે સંભવ નથી. પણ તેને તેમ જોઈતું હતું. તેથી કૃષ્ણએ તેને બધી સગવડો આપે છે. પણ વાસ્તવમાં, કૃષ્ણ કાર્ય કરે છે. આ ઉપનિષદમાં સમજાવેલું છે. કૃષ્ણના કાર્ય કર્યા વગર, જોયા વગર, કૃષ્ણના જોયા વગર, આપણે પણ જોઈ નથી શકતા. જેમ કે સૂર્યપ્રકાશને બ્રહ્મસંહિતામાં સમજાવેલો છે. યચ ચક્ષુર એવ સવિતા સકલ ગ્રહાણામ. સૂર્ય કૃષ્ણની એક આંખ છે.

યચ ચક્ષુર એવ સવિતા સકલ ગ્રહાણામ
રાજા સમસ્ત સુર મૂર્તિર અશેષ તેજઃ
યસ્યાજ્ઞયા ભ્રમતી સંભૃત કાલ ચક્રો
ગોવિન્દમ આદિ પુરુષમ તમ અહમ ભજામી

(બ્ર.સં. ૫.૫૨)

તેથી, સૂર્ય કૃષ્ણની એક આંખ હોવાથી, કારણકે સૂર્ય ત્યાં ઉગે છે, સૂર્ય જુએ છે, તેથી તમે પણ જોઈ શકો છો. તમે સ્વતંત્રતાથી જોઈ નથી શકતા. તમે તમારી આંખ પર એટલો ગર્વ કરો છો. તમારી આંખોનું મૂલ્ય શું છે જ્યારે કોઈ સૂર્યપ્રકાશ નથી? તમે જોઈ ના શકો. આ વીજળી પણ, તે પણ સૂર્યથી ઉત્પન્ન થાય છે. તો જ્યારે કૃષ્ણ જુએ છે, ત્યારે તમે જોઈ શકો છો. તે આપણી સ્થિતિ છે.

તો આપણી ઇન્દ્રિયો... ભગવદ ગીતામાં તે કહેલું છે, સર્વતઃ પાણી પાદમ તત. સર્વતઃ પાણી પાદ... બધી જગ્યાએ કૃષ્ણ હાથ અને પગ છે. તે શું છે? મારા હાથ, તમારા હાથ, તમારા પગ - તે બધા કૃષ્ણના છે. જેમ કે કોઈ એવું કહે કે આખી દુનિયામાં મારી શાખાઓ છે. તો આ શાખાઓ પરમ પુરુષના સંચાલનથી ચાલે છે. તેવી જ રીતે કૃષ્ણ પણ. તેથી કૃષ્ણને ઋષિકેશ કેહવાય છે, ઋષિકેશ. તો કાર્ય છે... ભક્તિ એટલે જ્યારે આપણે આપણી ઋષિક, આપણી ઇન્દ્રિયોને જોડીશું, ઇન્દ્રિયોના સ્વામીની સેવામાં. તે આપણા જીવનની સિદ્ધિ છે. તે આપણી સિદ્ધિ છે... પણ જેવુ આપણે ઇન્દ્રિયોને ઇન્દ્રિય-તૃપ્તિ માટે ઉપયોગ કરવાની ઈચ્છા કરીશું, તેને કર્મ કેહવાય છે. તે ભૌતિક જીવન છે. તો તેથી, એક ભક્ત માટે કશું ભૌતિક નથી. તે છે ઇશાવાસ્યમ ઈદમ સર્વમ (ઇશો ૧). ભક્ત જુએ છે કે બધું જ કૃષ્ણની સંપત્તિ છે. ઇશાવાસ્યમ ઈદમ સર્વમ યત કીંચ જગત્યામ જગત, તેન ત્યક્તેન ભુન્જીથા. બધું જ કૃષ્ણની સંપત્તિ છે. તેથી જે પણ કૃષ્ણ આપે છે... જેમ કે માલિક. માલિક સેવકને કઈ આપે છે, "તું આનો આનંદ માણી શકે છે". તે પ્રસાદમ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનીર અસ્યોપજાયાતે...આ છે જીવન. તમે કૃષ્ણ ભાવનાભાવિત બનશો, તો તમે સમજશો કે, "બધું જ કૃષ્ણની સંપત્તિ છે, મારા હાથ અને પગ પણ, તે પણ કૃષ્ણની સંપત્તિ છે, મારા શરીરના બધા અંગો, તે કૃષ્ણની સંપત્તિ છે, તો તેનો કૃષ્ણના માટે ઉપયોગ થવો જોઈએ," તેને ભક્તિ કેહવાય છે.

અન્યાભીલાષીતા શૂન્યમ
જ્ઞાન-કર્માદી અનાવૃતમ
આનુકુલ્યેન કૃષ્ણાનુ
શીલનમ ભક્તિર ઉત્તમ
ભ.ર.સિ. ૧.૧.૧૧

તે કૃષ્ણે કર્યું, અર, અર્જુને કર્યું. તે તેની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માગતો હતો યુદ્ધ ના કરીને. પણ ભગવદ ગીતા સાંભળીને તે માની ગયો કે, "હા, કૃષ્ણ પરમ પુરુષ છે."

અહં સર્વસ્ય પ્રભવો
મત્તઃ સર્વમ પ્રવર્તતે
ઇતિ મત્વા ભજન્તે મામ
બુધા ભાવ સમન્વિતા:
(ભ.ગી. ૧૦.૮)

આ વસ્તુઓ ભગવદ ગીતામાં સરસ રીતે સમજાવેલી છે. આ આધ્યાત્મિક જીવનનનો પ્રાથમિક અભ્યાસ છે. અને જો આપણે ખરેખર ભગવદ ગીતાના શિક્ષણથી પૂર્ણ રૂપે આશ્વસ્ત છીએ, તો આપણે કૃષ્ણને શરણાગત થાશું. કૃષ્ણને તે જોઈએ છીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તે તેમને જોઈએ છે. અને જ્યારે આપણે તે વિધિને વાસ્તવિક રીતે સ્વીકાર કરીએ, તેને શ્રદ્ધા કેહવાય છે. શ્રદ્ધા. તે કવિરાજ ગોસ્વામી દ્વારા સમજાવવામાં આવ્યું છે, કે શ્રદ્ધા નો અર્થ શું છે.