Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0057 - હ્રદયનું શુદ્ધિકરણ

From Vanipedia


હ્રદયનું શુદ્ધિકરણ
- Prabhupāda 0057


Lecture on SB 6.1.34-39 -- Surat, December 19, 1970

રેવતીનંદન: આપણે હમેશા હરે કૃષ્ણના જપ માટે પ્રોત્સાહન આપીએ છીએ, શું એમ છે?

પ્રભુપાદ: હા. આ યુગમાં તે એકજ પદ્ધતિ છે. હરે કૃષ્ણ જપ કરવાથી, વ્યક્તિની... સમજશક્તિનો ભંડાર શુદ્ધ થશે. અને પછી તે પ્રાપ્ત કરી શકે છે, તે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. હૃદયને સ્વચ્છ કર્યા વગર આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને સમજવું ખુબજ અઘરું છે. આ બધા સંસ્કારી આશ્રમો - બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી - તે માત્ર શુદ્ધ કરવાની પદ્ધતિ છે. અને ભક્તિ પણ શુદ્ધ કરવાની પદ્ધતિ છે, વિધિ ભક્તિ. પણ પોતાને અર્ચ-વિગ્રહની સેવામાં જોડીને, તે પણ શુદ્ધ બની જાય છે. તત-પરત્વે.. સર્વોપાધી.. જેવો વ્યક્તિ પ્રબુદ્ધ બને છે કે જ્ઞાનમાં આગળ વધે છે કે તે કૃષ્ણનો નિત્ય દાસ છે, તે શુદ્ધ બને છે. તે શુદ્ધ બને છે. સર્વોપાધી મતલબ તે કોઈ પણ... સર્વોપાધી. તે તેની ઉપાધિ, હોદ્દા, ને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, કે, "હું અમેરિકી છું," "હું ભારતીય છું," "હું આ છું," "હું તે છું." તો આ રીતે, જ્યારે તમે આ જીવનના શારીરિક ખ્યાલથી પૂર્ણ રીતે મુક્ત થઇ જશો, ત્યારે નીર્મલમ. તે નિર્મળ બની જાય છે, શુદ્ધ. અને જ્યા સુધી આ જીવનની કલ્પના ચાલે છે કે "હું આ છું," "હું તે છું," "હું તે છું," તે હજી સુધી... સ ભક્તઃ પ્રકૃત: સ્મૃત: (બાજુમાં:) સરખી રીતે બેસો, આવી રીતે નહીં. સ ભક્તઃ પ્રકૃત: સ્મૃત: અર્ચાયામ એવ હરયે.. આ વિધિમાં પણ, જ્યારે તેઓ અર્ચવિગ્રહની સેવામાં જોડાયેલા છે, અર્ચાયામ એવ હરયે યત-પૂજમ શ્રદ્ધાયેહતે, ખુબ શ્રદ્ધાથી કરે છે, પણ ન તદ ભક્તેષુ ચાન્યેષુ, પણ તેને બીજા માટે કોઈ સહાનુભૂતિ નથી કે તેને ખબર નથી કે એક ભક્તનું સ્થાન શું છે, ત્યારે સ ભક્તઃ પ્રકૃત: સ્મૃત: "તેને એક ભૌતિક ભક્ત કેહવાય છે, ભૌતિક ભક્ત." તો આપણે આપણી જાતને આ ભૌતિક ભક્તિના સ્તરથી ઉન્નત કરવા પડશે બીજા સ્તર ઉપર જ્યારે આપણે સમજી શકીશું કે એક ભક્ત શું છે, એક અભક્ત શું છે, ભગવાન શું છે, અને નાસ્તિક શું છે. આ ભેદભાવો છે. અને પરમહંસના સ્તર ઉપર આવો કોઈ ભેદ નથી. તે જુએ છે કે બધા ભગવાનની સેવામાં જોડાયેલા છે. તે કોઈને પણ દ્વેષ કરતો નથી, તે કશું જોતો નથી, કોઈને પણ નહીં. પણ તે અલગ જ સ્તર છે. આપણને તેનું અનુકરણ ન કરવું જોઈએ, અનુકરણ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, પણ આપણે જાણી શકીએ કે પરમહંસ તે સિદ્ધિની સર્વોચ્ચ અવસ્થા છે. એક પ્રચારકના રૂપે આપણે બતાવવું પડે છે... જેમ કે મે આ છોકરાને કહ્યું, "તું અહી આ રીતે બેસી જા." પણ એક પરમહંસ એમ નહીં કહે. એક પરમહંસ, તે જોશે, કે "તે તો ઠીક છે." તે જુએ છે. પણ આપણે પરમહંસનું અનુકરણ ન કરવું જોઈએ. કારણકે આપણે પ્રચારક છીએ, શિક્ષક છીએ, આપણે પરમહંસનું અનુકરણ ન કરવું જોઈએ. આપણે સાચો સ્ત્રોત બતાવવું જોઈએ, સાચો માર્ગ.

રેવતીનંદન: તમે તો ચોક્કસપણે પરમહંસથી પણ ઉચ્ચ સ્તર પર હશો, પ્રભુપાદ.

પ્રભુપાદ: હું તમારાથી નીચો છું. હું તમારાથી નીચો છું.

રેવતીનંદન: તમે એટલા સુંદર છો, તમે પરમહંસ છો, પણ છતાં તમે અમને પ્રચાર કરો છો.

પ્રભુપાદ: ના, હું તમારાથી નીચો છું. હું બધા જીવોમાં સૌથી નીચો છું. હું માત્ર મારા ગુરુ મહારાજની આજ્ઞાનો પાલન કરવાનો પ્રયત્ન કરું છું. બસ. તે દરેક વ્યક્તિનું કાર્ય હોવું જોઈએ. તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો. ઉચ્ચ આદેશનું પાલન કરવા માટે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો. તે પ્રગતિ કરવાનો સૌથી સુરક્ષિત માર્ગ છે. વ્યક્તિ સૌથી નીચેના સ્તર ઉપર હોઈ શકે છે, પણ જો તે તેના ઉપર સોંપેલા કર્તવ્યનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે, તે પરિપૂર્ણ છે. તે સૌથી નીચેના સ્તર ઉપર હોઈ શકે છે, પણ કારણ કે તે તેને સોંપેલા કર્તવ્યને કરવાનો પ્રયત્ન કરે છે, તેથી તે પરિપૂર્ણ છે. આ વિચારધારા છે.