GU/Prabhupada 0069 - હું મરી જવાનો નથી



Conversation Pieces -- May 27, 1977, Vrndavana

કિર્તનાનંદ: અમે ખુશ ના રહી શકીએ જો તમે સાજા ના હોવ તો.

પ્રભુપાદ: હું હમેશા સાજો છું.

કિર્તનાનંદ: તમે તમારી વૃદ્ધાવસ્થા અમને કેમ ના આપી શકો?

પ્રભુપાદ: જ્યારે હું જોઉ છું કે બધું સારી રીતે ચાલી રહ્યું છે, તો હું સંતુષ્ટ છું. આ શરીર સાથે શું છે? શરીર તો શરીર છે. આપણે શરીર નથી.

કીર્તનાનંદ: તે પુરુદાસ હતો ને કે જેણે પોતાની યુવાવસ્થા પોતાના પિતાને આપી હતી?

પ્રભુપાદ: હં?

રામેશ્વર: યયાતિ. રાજા યયાતિએ પોતાની વૃદ્ધઅવસ્થાનો વેપાર કર્યો હતો.

કીર્તનાનંદ: તેના પુત્ર સાથે. તમે પણ તે કરી શકો છો.

પ્રભુપાદ: (હસતા) કોણે કર્યું?

રામેશ્વર: યયાતિ રાજા.

પ્રભુપાદ: આહ, યયાતિ. ના, કેમ? તમે મારૂ શરીર છો. તો તમે જીવો. કોઈ અંતર નથી. જેમ કે હું કાર્ય કરું છું, તો મારા ગુરુ મહારાજ ઉપસ્થિત છે, શ્રીલ ભક્તિસીદ્ધાંત સરસ્વતી. શારીરિક રૂપે તે નહીં હોય, પણ દરેક કાર્યમાં તેઓ છે. મને લાગે છે કે મે તે લખ્યું છે.

તમાલ કૃષ્ણ: હા, તે ભાગવતમમાં છે, કે "જે તેમની સાથે રહે છે, તે શાશ્વત રૂપે રહે છે. જે તેમના શબ્દોને સ્મરણ કરે છે, તે શાશ્વત રૂપે રહે છે."

પ્રભુપાદ: તો હું મરવાનો નથી. કિર્તીર યસ્ય સ જીવતી: "જેણે કઈ નોંધપાત્ર કાર્ય કર્યું છે, તે સદા માટે જીવે છે." તે મરતો નથી. આપણા વ્યવહારિક જીવનમાં પણ... બેશક, આ છે ભૌતિક, કર્મ-ફળ. વ્યક્તિને બીજું શરીર સ્વીકારવું પડે છે તેના કર્મ પ્રમાણે. પણ ભક્ત માટે આવી કઈ વસ્તુ નથી. તે હમેશા એક શરીરનો સ્વીકાર કરે છે કૃષ્ણની સેવા માટે. તેને કર્મ-ફળ નથી.