GU/Prabhupada 0074 - કેમ તમારે પશુને ખાવા પડે?



Lecture on BG 4.21 -- Bombay, April 10, 1974

બધું ભગવદ ગીતામાં વર્ણવેલું છે. ભગવદ ગીતા એમ નથી કહેતું કે તમે "હવા ખાઈને જીવો". ના. ભગવદ ગીતા કહે છે અન્નાદ ભવન્તિ ભુતાની (ભ.ગી. ૩.૧૪). અન્ન. અન્ન એટલે કે અનાજ. અનાજની જરૂર છે. અન્નાદ ભવન્તિ ભુતાની. ભગવદ ગીતા ક્યારેય પણ એમ નથી કહેતું કે "તમને ખાવાની જરૂર નથી. તમે માત્ર શ્વાસ લો અને યોગનો અભ્યાસ કરો." ના. પણ બહુ વધુ કે બહુ ઓછું ખાવું ના જોઈએ. તેની ભલામણ થયેલી છે. યુક્તાહાર વિહારસ્ય. આપણે ઓછુ ન ખાવું જોઈએ, અને આપણે વધારે પણ ખાવું ન જોઈએ. અને નીરાશી: નીરાશી: એટલે કે અતિરેકની અનિચ્છા. અત્યારે આપણે ઇન્દ્રિય તૃપ્તિની વધારે અને વધારે ઈચ્છા કરી રહ્યા છીએ. તેની જરૂર નથી. જો તમારે જીવનની સિદ્ધિ જોઈએ છે, આને તપસ્યા કેહવાય છે.

વ્યક્તિને ઈચ્છા છે, પણ તેણે બિનજરૂરી ઈચ્છા ન કરવી જોઈએ. બધાને ખાવાનો હક છે, પશુઓને પણ. બધાને હક છે. પણ કારણકે આપણે વધારે ભોગ કરવાની ઈચ્છા કરી રહ્યા છીએ, તેથી આપણે પશુઓને બરાબર જીવવાનો મોકો નથી આપતા; ઉલટા, આપણે પશુઓને ખાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આની જરૂર નથી. આને કેહવાય છે નીરાશી: કેમ તમારે પશુઓને ખાવા જોઈએ? આ અસભ્ય જીવન છે. જ્યારે કોઈ ભોજન નથી, જ્યારે તે આદિવાસી છે, ત્યારે તે પશુઓને ખાઈ શકે છે, કારણકે તેમને ખબર નથી કે કેવી રીતે અન્ન ઉત્પન્ન કરવું. પણ જ્યારે માનવ સમાજ સભ્ય બને છે, તે કેટલા બધા સરસ પ્રકારના અનાજ ઉગાવી શકે છે, તે ગાયોનું પાલન કરી શકે છે, ગાયોને ખાવાના બદલે. તેને દૂધ મળી શકે છે, પૂરતું દૂધ. આપણે કેટલી બધી વાનગીઓ દૂધ અને અનાજમાથી બનાવી શકીએ છીએ. તો આપણે બિનજરૂરી વધુ ભોગ કરવાની ઈચ્છા ન કરવી જોઈએ.

તે અહી કહેલું છે, કુર્વન નાપ્નોતી કિલ્બીષમ (ભ.ગી. ૪.૨૧). કિલ્બીષમ એટલે કે પાપમય જીવનનું પરિણામ. કિલ્બીષમ. તો જો આપણે આપણી જરૂરીયાત કરતા વધારે ઈચ્છતા નથી, તો આપણે બાધ્ય નથી, પાપમય જીવનમાં બદ્ધ નથી થતા, કુર્વન અપિ, ભલે આપણે કાર્ય કરવામાં પ્રવૃત છીએ. જ્યારે તમે કાર્ય કરો છો, જાણતા કે અજાણતા, તમને કઈ એવું કરવું પડે છે જે પુણ્ય નથી, જે પાપમય છે, પણ જો તમે બસ સારી રીતે જીવવા માટે જ ઇચ્છશો, ત્યારે કુર્વન નાપ્નોતી કિલ્બીષમ. આપણા જીવનમાં કોઈ પણ પાપની પ્રતિક્રિયા ન હોવી જોઈએ. નહીતર આપણે કષ્ટ ભોગવવું પડશે. પણ તેઓ વિશ્વાસ નથી કરતા, ભલે તેઓ આટલા બધા નીચ પ્રકારના જીવન જોઈ રહ્યા છે. ક્યાથી આવે છે, ૮૪ લાખ પ્રકારની જીવન યોનીઓ? કેટલા બધા જીવ છે જે નીચ પરીસ્થીતીઓમાં જીવે છે. બેશક, પશુને કે જીવને ખબર નથી, પણ આપણે મનુષ્યોને, આપણે જાણવું જોઈએ કેમ આ નીચ જીવન. આ માયાનો ભ્રમછે.

દરેક વ્યક્તિ, જેમ કે.. એક ભૂંડ ખુબજ ગંદી સ્થિતિમાં રહે છે, મળને ખાય છે, અને છતાં, તે વિચારે છે કે તે ખુબજ ખુશ છે, અને તેથી તે જાડુ થતું જાય છે. જ્યારે વ્યક્તિને લાગે છે તે સુખી છે, "હું ખુબજ સુખી છું", તે જાડો થાય છે. તો તમે જોશો કે આ ભૂંડો ખુબજ જાડા છે, પણ તે શું ખાય છે? તે મળ ખાય છે અને ગંદી જગ્યાએ રહે છે. પણ તેઓ એમ વિચારે છે કે "અમે ખુબજ સુખી છીએ." તો તે છે માયાનો ભ્રમ. જે પણ જીવનની ખુબજ નીચ અવસ્થામાં રહે છે, માયા, ભ્રમથી, તે એમ વિચારે છે કે તે સારો છે, અને તે ખુબજ સરસ રીતે રહે છે. પણ જે વ્યક્તિ ઉંચા સ્તર ઉપર છે, તે જુએ છે કે તે ખુબજ નીચલી સ્થિતિમાં જીવે રહ્યો છે.

તો આ ભ્રમ છે, પણ જ્ઞાનથી, સારા સંગથી, શાસ્ત્ર, ગુરુ અને સાધુઓ પાસેથી શિક્ષા લઈને, વ્યક્તિએ સમજવું જોઈએ કે જીવનનું મૂલ્ય શું છે અને કેવી રીતે જીવવું જોઈએ. તો આ કૃષ્ણ દ્વારા શિક્ષા આપવામાં આવેલી છે, કે નિરાશી:, વ્યક્તિએ બિનજરૂરી રીતે ઈચ્છા ન કરવી જોઈએ, તેના જીવનની જરૂરીયાત કરતા વધારે. તેને કેહવાય છે નિરાશી: નીરાશી: બીજો અર્થ છે કે તે ભૌતિક સુખ માટે બહુ ઈચ્છુક નથી. અને તે ત્યારે શક્ય છે જ્યારે તે પૂર્ણ જ્ઞાનમાં છે કે "હું આ શરીર નથી." હું એક આત્મા છું. મારી જરૂરીયાત છે કે કેવી રીતે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધવું." ત્યારે તે નિરાશી: બની શકે છે. આ બધી બાબતો છે તપસ્યા માટે.

લોકો હવે ભૂલી ગયા છે. તેમને ખબર નથી કે તપસ્યા એટલે શું. પણ માનવ જીવન તે હેતુ માટે છે. તપો દિવ્યમ પુત્રકા યેન શુધ્યેત સત્ત્વમ યેન બ્રહ્મ સૌખ્યમ અનંતમ (શ્રી.ભા. ૫.૫.૧). આ છે શાસ્ત્રના ઉપદેશો. માનવ જીવન તપસ્યા માટે છે. અને તપસ્યા...

તેથી વૈદિક જીવનની રીતમાં જીવનની શરૂઆત તપસ્યાથી થાય છે, બ્રહ્મચારી, બ્રહ્મચારી. વિદ્યાર્થીને ગુરુકુળમાં મોકલવામાં આવે છે બ્રહ્મચર્યના અભ્યાસ માટે, આ તપસ્યા છે, આરામદાયક જીવન નથી. ભોંય પર સૂઈ જવાનું, દ્વારે-દ્વારે જઈને ગુરુના માટે ભિક્ષા માગવી. પણ તેઓ થાકતા નથી. કારણકે તેઓ બાળકો છે, જો તેમને આ તપસ્યામાં શિક્ષિત કરવામાં આવે, તો તેઓ તેનો અભ્યાસ કરે છે. તેઓ બધી સ્ત્રીઓને બોલાવે છે, "માતા." "માતા, મને થોડી ભીખ આપો." અને તેઓ બધા ગુરુના આશ્રમે આવી જાય છે. બધી સંપત્તિ ગુરુની છે. આ બ્રહ્મચારી જીવન છે. આ તપસ્યા છે. તપો દિવ્યમ (શ્રી.ભા. ૫.૫.૧). આ વૈદિક સભ્યતા છે, કે બાળકોને તેમના જીવનના શરૂઆતથી તપસ્યા, બ્રહ્મચર્યની શિક્ષા આપવી જોઈએ, બ્રહ્મચારી. એક બ્રહ્મચારી કોઈ યુવા સ્ત્રીને જોઈ નથી શકતો. ગુરુની પત્ની પણ જુવાન છે, તો તે ગુરુની પત્ની પાસે પણ જઈ નથી શકતો. આ બધા નિયમો છે. હવે તે બ્રહ્મચર્ય ક્યાં છે? કોઈ બ્રહ્મચારી નથી. આ કલિયુગ છે. કોઈ તપસ્યા નથી.