GU/Prabhupada 0077 - તમે વૈજ્ઞાનિક રીતે અને તત્વજ્ઞાનથી અભ્યાસ કરી શકો છોRatha-yatra -- San Francisco, June 27, 1971

કૃષ્ણ કહે છે, જે પણ સતત, ચોવીસ કલાક કૃષ્ણની સેવામાં રત છે... જેમ કે આ વિદ્યાર્થિઓ, કૃષ્ણ ભાવનામૃત સમાજના સદસ્યો, તમે જોશો કે તેઓ ચોવીસ કલાક કૃષ્ણની સેવામાં રત છે. તે છે, મારો કહેવાનો અર્થ છે, કૃષ્ણ ભાવનામૃતનું મહત્વ. તેઓ હમેશા પ્રવૃત છે. આ રથ-યાત્રા ઉત્સવ તેમાંથી એક છે, જેનાથી ઓછામાં ઓછા, આ દિવસે, તમે બધા કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન થઇ શકો છો. તો આ માત્ર અભ્યાસ છે, અને જો તમે આખું જીવન આ રીતે અભ્યાસ કરશો, ત્યારે મૃત્યુના સમયે, જો તમે સૌભાગ્યવશ કૃષ્ણને સ્મરણ કરી શકશો, ત્યારે તમારું જીવન સફળ છે. આ અભ્યાસની જરૂર છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્ય અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). આપણે આ શરીરનો ત્યાગ કરવો પડશે, તે તો પાકું છે. પણ મૃત્યુના સમયે, જો તમે કૃષ્ણનું સ્મરણ કરશો, તરતજ તમે કૃષ્ણના ધામમાં પ્રવિષ્ટ થઇ જશો. કૃષ્ણ બધી જગ્યાએ છે, છતાં કૃષ્ણનું વિશેષ ધામ છે, જેને કેહવાય છે ગોલોક વૃંદાવન. તમે સમજી શકો છો કે આપણું શરીર, શરીર મતલબ ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયની ઉપર મન છે, જે ખુબજ સૂક્ષ્મ છે, જે ઇન્દ્રિયોને વશ કરવા માટે છે, અને મનની ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિની ઉપર આત્મા છે. આપણી પાસે કોઈ માહિતી નથી, પણ જો આપણે આ ભક્તિ-યોગ પદ્ધતિનો અભ્યાસ કરીશું, ધીમે ધીમે આપણે સમજીશું કે આપણે શું છીએ. હું આ શરીર નથી. આ, સામાન્ય રીતે, મોટા મોટા પંડિતો, તત્ત્વવાદીઓ, મોટા મોટા વૈજ્ઞાનિકો, તેઓ પણ શારીરિક ખ્યાલ પર છે. દરેક વ્યક્તિ એમ વિચારે છે કે, "હું આ શરીર છું," પણ તે ભૂલ છે. આપણે આ શરીર નથી. જેમ મે સમજાવ્યું હતું. શરીર એટલે કે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયો મન દ્વારા નિયંત્રિત છે, અને મન બુદ્ધિ દ્વારા નિયંત્રિત છે, અને બુદ્ધિ આત્મા દ્વારા નિયંત્રિત છે. તે તમને ખબર નથી. આખા દુનિયામાં એવી કોઈ પણ શૈક્ષણિક પદ્ધતિ નથી જે આત્માના અસ્તિત્વને કેવી રીતે સમજવું તે શીખવાડે છે, જે મનુષ્યને સમજવા માટેની પ્રમુખ જરૂરીયાત છે. એક મનુષ્ય પશુઓની જેમ તેનો સમય બગાડવા માટે નથી, માત્ર ખાવું, સુવું, મૈથુન કરવું અને રક્ષણ કરવા માટે. તે પશુ જીવન છે. મનુષ્યોની અપાયેલી વધારાની બુદ્ધિનો ઉપયોગ થવો જોઈએ સમજવા માટે કેવી રીતે "હું... હું કોણ છું? હું એક આત્મા છું." જો આપણે સમજી જશું કે "હું એક આધ્યાત્મિક આત્મા છું," કે આ જીવનનો શારીરિક ખ્યાલ, કે જેણે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે... જીવનના શારીરિક ખ્યાલને કારણે આપણે એમ વિચારીએ છીએ કે "હું ભારતીય છું," તમે વિચારો છો કે "અમેરિકન," બીજો બીજું કઈ વિચારે છે. પણ આપણે બધા એક જ છીએ. આપણે બધા આત્મા છીએ. આપણે બધા કૃષ્ણ, જગન્નાથના નિત્ય દાસ છીએ.

તો આજે ખુબજ સરસ અને શુભ દિવસ છે. આ દિવસે, ભગવાન કૃષ્ણ જ્યારે તે આ ધરતી ઉપર પ્રકટ હતા, તેમણે કુરુક્ષેત્રમાં એક સૂર્યગ્રહણના પ્રસંગમાં ભાગ લીધો હતો, અને કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિની મુલાકાતે આવ્યા હતા. તે કુરુક્ષેત્ર ભૂમિ હજી પણ ભારતમાં છે. જો કોઈ દિવસ તમે ભારત જશો તો તમે જોશો કે ત્યાં કુરુક્ષેત્રની ભૂમિ હજી પણ છે. તો આ રથ-યાત્રા મહોત્સવ તેની યાદમાં મનાવવામાં આવે છે કૃષ્ણની તેમના ભાઈ અને બહેન સાથે કુરુક્ષેત્રની મુલાકાત. તો ભગવાન જગન્નાથ, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, તેઓ ખુબ ભાવમાં આવી ગયા હતા. તે રાધારાણીની જેમ પ્રેમમય ભાવમાં હતા, તો તેઓ એમ વિચારી રહ્યા હતા, "કૃષ્ણ, કૃપા કરીને પાછા વૃંદાવન આવી જાઓ." તો તેઓ રથ-યાત્રા સામે નાચી રહ્યા હતા, અને તમે સમજશો જો તમે અમારા સમાજ દ્વારા પ્રકાશિત કોઈ પુસ્તકોને વાંચશો. એનામાંથી એક પુસ્તક છે ભગવાન ચૈતન્યની શિક્ષાઓ. તે ખુબજ મહત્વની પુસ્તક છે. જો તમારે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વિષે શીખવું છે, તો આપણી પાસે ઘણા પુસ્તકો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને તત્વજ્ઞાનથી તમે તેનો અભ્યાસ કરી શકો છો. પણ જો તમને વાંચવાની કોઈ ઈચ્છા નથી, તમે બસ આ હરે કૃષ્ણ નો જપ કરશો તો, ધીમે ધીમે બધું તમને પ્રકાશમાન થશે, અને તમે કૃષ્ણ સાથે તમારા સંબંધને સમજશો.

હું તમને આ પ્રસંગમાં ભાગ લેવા બદલ ખુબ ખુબ આભાર આપું છું. હવે ચાલો હરે કૃષ્ણનું કીર્તન કરીએ અને જગન્નાથ સ્વામી સાથે આગળ વધીએ. હરે કૃષ્ણ.