Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0083 - હરે કૃષ્ણનો જપ કરો પછી દરેક વસ્તુ આવશે

From Vanipedia


હરે કૃષ્ણનો જપ કરો પછી દરેક વસ્તુ આવશે
- Prabhupāda 0083


Lecture on SB 7.9.11-13 -- Hawaii, March 24, 1969

તો પ્રહલાદ મહારાજ કહે છે - આ વિશે આપણે પહેલા જ ચર્ચા કરી છે - તેના માટે કોઈ લાયકાતની જરુર નથી. ભગવાનને શાંત પાડવા માટે, પ્રસન્ન કરવા માટે, સંતુષ્ટ કરવા માટે, તમારે કોઈ પૂર્વ લાયકાતની જરૂર નથી: ઓહ, તમારે તમારી યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરવી પડશે, અથવા તમારે રોકફેલર કે ફોર્ડ જેવા સમૃદ્ધ માણસ બનવુ પડશે, અથવા તમારે આ અથવા તે બનવુ પડશે... કોઈ શરત નથી. અહૈતુકી અપ્રતીહતા. જો તમે કૃષ્ણને પ્રેમ કરવા માંગો છો, તો કોઈ અડચણ નથી. કોઈ જ અડચણ નથી. માર્ગ ખુલ્લો છે. ફક્ત તમારે નિષ્ઠાવાન બનવાનુ છે. એટલુ જ. પછી કૃષ્ણ માર્ગ સાફ કરશે. અને જો કોઈ નિષ્ઠા નથી, તો પછી કૃષ્ણની માયા છે જ. તે હંમેશા,અને હંમેશા કઈક રુકાવટ મૂકી દેશે: "આ નહીં, આ નહીં, આ નહીં." તેથી પ્રહલાદ મહારાજે નક્કી કર્યું કે, " જો કે હું એક બાળક છું, મારી પાસે કોઈ શિક્ષણ નથી, મને કોઈ વેદોનો અભ્યાસ નથી, અને નાસ્તિક પિતાનો પુત્ર, નીચ-જન્મ, અને બધી જ ખરાબ લાયકાતો... તો ભગવાન પવિત્ર વિચારશીલ વ્યક્તિઓ દ્વારા પૂજા થાય છે, વૈદિક મંત્રો, અને અત્યંત સંસ્કારી બ્રાહ્મણો દ્વારા. તો મારી પાસે તો આવી કોઈ જ લાયકાત નથી. પણ છતા, પણ આ મહાન અને ઉન્નત દેવતાઓ મને વિનંતી કરી રહ્યા છે. તેનો અર્થ તે છે કે હું પણ ભગવાનને શાંત કરી શકુ. નહીં તો કેવી રીતે તેઓ ભલામણ કરે? તો જે પણ લાયકાત મને મળી છે, જે પણ બુદ્ધિ મને મળી છે, હું કૃષ્ણને અર્પીત કરી દઉ." તેથી આપણું, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પણ આના જેવુ જ છે, કે તમને જે પણ લાયકાત મળી છે, તે પર્યાપ્ત છે. તમે તે લાયકાતથી જ શરૂ કરી દો. તમે તમારી યોગ્યતાથી કૃષ્ણની સેવા કરવાનો પ્રયાસ કરો. કારણકે સેવાની તમારી લાગણી જ તમારી વાસ્તવિક લાયકાત છે. તે જ વાસ્તવિક લાયકાત છે. તેથી તમે તમારી બાહ્ય લાયકાત, સુંદરતા, સંપત્તિ, જ્ઞાન, આ, તે, તેના બદલે તમારી તે લાગણીનો વિકાસ કરો. આ વસ્તુઓનું કોઈ મૂલ્ય નથી. જો તેઓ કૃષ્ણની સેવામાં કાર્યરત છે તો જ મૂલ્યવાન છે. જો તમે ખૂબ જ સમૃદ્ધ માણસ છો, જો તમે કૃષ્ણ સેવામાં તમારી સંપત્તિ વાપરો... તે સારુ છે. પરંતુ તમારે ખૂબ જ શ્રીમંત બનવુ એ કોઈ જરૂરી નથી. પછી જ તમે કૃષ્ણ ની સેવા કરી શકો.

તેથી પ્રહલાદ મહારાજ કહે છે - નીચો અજયા ગુણ વિસર્ગમ અનુપ્રવિષ્ટઃ પૂયેત યેન પુમાન અનુવર્ણિતેન (શ્રી.ભા. ૭.૯.૧૨). હવે, કોઈ પ્રશ્ન કરી શકે છે કે, પ્રહલાદ તો દુરાચારી પિતાને ત્યાં જન્મ્યો છે. આ દલીલ છે. પ્રહલાદ અશુદ્ધ નથી, પરંતુ તે દલીલ ખાતર છે, નીચ પિતા દ્વારા જન્મ, કે નીચ કુટુંબ, કે એક, કે ઘણી બધી, કે ઘણી બધી વસ્તુઓ તેઓ કહી શકે. પણ પ્રહલાદ મહારાજ કહે છે "જો હુ, ફક્ત ભગવાનની કીર્તિ કરવાનુ શરુ કરી દઉ, તો પણ હું શુદ્ધ થઈ જઈશ." જો હું જપ કરું તો શુદ્ધિકરણ...આ હરે કૃષ્ણ મંત્ર શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એવુ નથી કે પહેલા હુ શુદ્ધ થઈ જાઉ અને પછી હરે કૃષ્ણ મંત્રનો જપ કરુ. ના. તમે જપ શરુ કરો. પછી જ શુદ્ધિકરણ થશે. તમે શુદ્ધ થઈ જશો. જપ શરુ કરો. તમે ગમે તે અવસ્થામા હોવ, કોઈ વાંધો નથી. ખરેખર મે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શરૂ કર્યું - એવું નથી કે તેઓ ખુબજ શુદ્ધ અવસ્થામાં આવ્યા. એટલે કે આપણે, તમે બધા જ, જાણો છો કે, જેઓ મારી પાસે આવ્યા હતા, તેમના અનુસાર, તેઓને બાળપણથી જ શીખવવામા આવ્યું હતું... ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, તેઓ સ્વચ્છતાના સાધારણ નીયમો પણ જાણતા ન હતા. શુદ્ધિકરણની તો શુ વાત કરવી? તમે જુઓ. ભારતમા બાળપણ થી જ પ્રણાલી છે કે, બાળકને સવારમા મો સાફ કરીને, સ્નાન કરવાનુ શીખવવામા આવે છે. હા. મને યાદ છે, જ્યારે મારો બીજો પુત્ર ચાર વર્ષનો હતો, ત્યારે હુ તેને સવારના નાસ્તા પહેલા તેને કહેતો કે "મને તારા દાંત બતાવ." તો તે મને બતાવે..., "હા.” "ઠીક છે, તેં તારા દાંત ધોયેલા છે, બરાબર છે. હવે તને નાસ્તો ખાવાની અનુમતિ છે.” તો આવી તાલીમ છે ત્યાં. પણ અહિયાં, આ દેશમા, તાલીમ... બેશક, કેટલીક જગ્યાએ છે, પરંતુ ખુબજ સખ્ત નથી. તો તેનો ફરક નથી પડતો. હરે કૃષ્ણ જપ કરો. હરે કૃષ્ણ શરુ કરો. અને બધુ જ આવશે. બધુ જ આવશે.