GU/Prabhupada 0102 - મનની ગતિLecture on SB 5.5.1-8 -- Stockholm, September 8, 1973

તમારી પાસે હમણાં વિમાન છે. તે ખુબ સરસ. પરંતુ તમે ભૌતિક ગ્રહો પર પણ પહોચી શકો નહીં. તો જો તમે આધ્યાત્મિક ગ્રહ પર જવા માંગતા હો તો પછી તમે વિમાન બનાવી શકો કે જેની પાસે ગતિ મનની છે. અથવા હવાની ગતિ. જેઓ ભૌતિક વિજ્ઞાનીઓ છે, તેઓ જાણે છે હવાની ગતિ શું છે, પ્રકાશની ગતિ શું છે. તેથી આ ગતિની ઉપર, મનની ગતિ. જેઓ ભૌતિક વિજ્ઞાનીઓ છે, તેઓ જાણે છે હવા અને પ્રકાશ કેટલા ગતિશીલ છે. મન આથી પણ વધુ ગતિશીલ છે. તમને અનુભવ છે. હમણાં તમે અહી બેઠા છો. તરત જ, એક સેકંડમાં, તમે અમેરિકા, યુએસએ, ભારત જઈ શકો છો, તરતજ. તમે તમારા ઘરે જઈ શકો છો. તમે વસ્તુઓને જોઈ શકો છો - બેશક મનથી, મનની ગતિએ. તેથી બ્રહ્મ સંહિતા કહે છે કે જો તમે એક વિમાન પણ બનાવી શકો જેની ગતિ મનની છે, જેની પાસે ગતિ હવાની છે - પંથાસ તુ કોટી શત વત્સર સમ્પ્રગમ્ય: - અને તે ગતિથી તમે ઘણા લાખો વર્ષો ચાલ્યા જાઓ, તો પણ તમે ગોલોક વૃંદાવન ક્યાં છે તે શોધી શકશો નહીં. તો પણ, તમે શોધી શકશો નહીં. પંથાસ તુ કોટી શત વત્સર સમ્પ્રગમ્ય: વાયોર અથાપી મનસો મુની પુન્ગવાનામ (બ્ર.સં. ૫.૩૪). એવું નથી કે પહેલાના આચાર્યો અને અન્યો, તેઓ જાણતા ન હતા, વિમાન શું છે, ગતિ શું છે, કેમ ચલાવવું. મુર્ખતાથી વિચારશો નહીં, જાણે કે તેઓએ બનાવ્યું છે. તે કઈજ નથી, ત્રીજા-ચોથા વર્ગનું પણ નહીં, દશમાં વર્ગનું. ખુબ સુંદર વિમાનો હતા. હવે અહી સલાહ છે કે તમે વિમાન બનાવી શકો જે મનની ગતિ પ્રમાણે દોડી શકે. હવે હમણાં સલાહ છે - તે કરો. તમે વિમાન બનાવી શકો જે હવાની ગતિથી દોડી શકે. તેઓ વિચારી રહ્યા છે કે જો આપણે પ્રકાશની ગતિએ ચાલતું એક વિમાન બનાવી શકીએ, છતાં, સૌથી દુરના ગ્રહ પર પહોંચતા ચાલીસ હજાર વર્ષો લાગશે. તેઓ વિચારી રહ્યા છે, જો તે શક્ય હોય.

પરંતુ આપણે અત્યાર સુધી જોઈએ છે, જેઓ બોલ્ટ્સ આને નટ્સમાં વ્યસ્ત છે, આ નિસ્તેજ મગજ, તેઓ આવી વસ્તુઓ કેમ બનાવી શકે? તે શક્ય નથી. તેને બીજા મગજની જરૂર છે. યોગીઓ જઈ શકે છે, યોગીઓ જઈ શકે છે. જેમ કે દુર્વાસા મુનિ. તે વૈકુંઠ લોકમા ગયા હતા, અને તેમણે પોતે ભગવાન વિષ્ણુને વૈકુંઠ લોકમાં જોયા કારણકે તેમનું સુદર્શન ચક્ર કે જે તેમને મારી નાખવા પાછળ હતું તેનાથી બચવા માટે. તેમણે વૈષ્ણવનું અપમાન કર્યું હતું. તે બીજી વાર્તા છે. તો આ રીતે ખરેખર માનવ જીવન તે હેતુ માટે છે, ભગવાન અને તેમની શક્તિઓને સમજવા માટે અને આપણા તેમની સાથેનો જૂનો સંબંધ પુનઃ જાગૃત કરવા માટે. તે મુખ્ય કાર્ય છે. પરંતુ કમનસીબે, તેઓ ફેક્ટરીઓમાં, બીજા કામમાં પ્રવૃત છે, કુતરા અને ભૂંડની જેમ કામ કરવા, અને તેમની તમામ શક્તિ વેડફાઈ રહી છે. ફક્ત વેડફાતી નથી, પરંતુ તેમનું ચરિત્ર, તેઓ સખત મેહનત કરી રહ્યા છે, તેથી ખુબજ સખત કામ કરી ને તેમણે નશો પીવો જ પડે. પીધા પછી, તેઓએ માંસ ખાવું જ પડે. આ બંનેના સંયોજન પછી, તેમને સેક્સ જોઈએ. તો આ રીતે, તેમને અંધકારમાં રાખવામાં આવે છે. અને અહીં, ઋષભદેવના આ શ્લોકો, તેઓ ચેતવણી આપે છે. તેઓ ચેતવણી આપી રહ્યા છે, તેઓ તેમના પુત્રોને કહી રહ્યા છે, પરંતુ આપણે શીખ લઈ શકીએ. તેઓ કહે છે: નાયમ દેહો દેહભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિદ ભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). કામાનનો અર્થ જીવનની જરુરીઆતો. તમે તમારા જીવનની જરૂરીઆતો ખુબજ સહેલાઈથી મેળવી શકો છો. ખેતરને ખેડવાથી, તમે અનાજ મેળવો છો. અને જો ગાય હોય, તો તમે દૂધ મેળવો છો. બસ તેટલું જ. તે પર્યાપ્ત છે. પરંતુ નેતાઓ યોજના બનાવી રહ્યા છે કે, જો તેઓ તેમના ખેતી કામથી સંતુષ્ટ હશે, થોડા અનાજ અને દૂધથી, તો પછી ફેક્ટરીમાં કોણ કામ કરશે? તેથી તેઓ કર લગાવી રહ્યા છે જેથી તમે સાદું જીવન પણ જીવી ના શકો. આ સ્થિતિ છે. જો તમે ઈચ્છતા હોવ તો પણ, આધુનિક નેતાઓ તમને કરવા નહીં દે. તેઓ તમને કુતરાઓ અને ભૂંડો અને ગધેડાઓની જેમ કામ કરવા બળ કરે છે. આ સ્થિતિ છે.