Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0105 - આ વિજ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સમજાય છે

From Vanipedia


આ વિજ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સમજાય છે
- Prabhupāda 0105


Lecture on BG 18.67 -- Ahmedabad, December 10, 1972

ભક્ત: શ્રીલ પ્રભુપાદ, કોઈએ પ્રશ્ન મુક્યો છે કે "તમારા પછી આ આંદોલન કોણ ચાલુ રાખશે?"

પ્રભુપાદ: કોણ મને પૂછી રહ્યું છે, તે તે કરશે. (હાસ્ય)

ભારતીય માણસ (૫): શું હું મારા સારા ભક્તોને તમારી યોજના ફરીથી ચાલુ રાખવા કહી શકું, તમારા પછી તમારા આંદોલનને ધપાવવા કે, જે શ્રી ભક્તિવેદાંત પ્રભુ પછી છે, આ સીડી રાખવી, આ સીડીને પકડી રાખવી: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.

પ્રભુપાદ: તે ભગવદ ગીતામાં જણાવવામાં આવ્યું છે:

ઈમમ વિવસ્વતે યોગમ
પ્રોક્તવાન અહમ અવ્યયમ
વીવસ્વાન મનવે પ્રાહ
મનુર ઇક્ષ્વાકવે અબ્રવિત
(ભ.ગી. ૪.૧)

સૌ પ્રથમ, કૃષ્ણએ કૃષ્ણ ભાવનાનું વિજ્ઞાન સૂર્ય દેવને કહ્યું, અને સૂર્યદેવ વિવસ્વાને તે તેમના પુત્ર મનુને સમજાવ્યું. અને મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને સમજાવ્યું. એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). તેથી આ વિજ્ઞાન પરંપરા ગુરુ શિષ્ય પરંપરાથી સમજાય છે. તેથી જેમ અમે પરંપરા પદ્ધતિથી મારા ગુરુમહારાજ પાસેથી સમજ્યા છીએ, તો મારા શિષ્યોમાંથી જે કોઈ પણ સમજશે, તે તેને ચાલુ રાખશે. આ પદ્ધતિ છે. તે કોઈ નવી વસ્તુ નથી. તે જૂની વસ્તુ છે. આપણે ફક્ત તે યોગ્ય રીતે વહેચવી જોઈએ, જેમ આપણે આપણા પૂર્વગામી આચાર્ય પાસેથી સાંભળ્યું છે. તેથી ભગવદ ગીતામાં ભલામણ કરવામાં આવી છે: આચાર્ય ઉપાસનમ: "દરેકે આચાર્ય પાસે જવું જોઈએ." આચાર્યવાન પુરુષો વેદ. ફક્ત ધારણા કરીને, કહેવાતા પાંડિત્યથી, તે શક્ય નથી. તે શક્ય નથી. દરેકે આચાર્ય પાસે જવું જોઈએ. તેથી આચાર્ય પરંપરા પદ્ધતિથી આવે છે, ગુરુ શિષ્ય પરંપરાથી. તેથી કૃષ્ણ ભલામણ કરે છે, તદ વિદ્ધિ પ્રણીપાતેન પરીપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪) "દરેકે આચાર્ય પાસે જવું જોઈએ અને પ્રણિપાત, શરણાગત થઈને સમજવાનો પ્રયત્ન કરવો જઈએ." સમસ્ત વસ્તુ શરણાગતિ પર આધારિત છે. યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧). શરણાગત પદ્ધતિ, શરણાગતિનું પ્રમાણ, તે કૃષ્ણને સમજવાનું સાધન છે. જો આપણે કૃષ્ણને સંપૂર્ણ શરણાગત થયા છીએ, તો આપણે કૃષ્ણને સંપૂર્ણ સમજી શકીએ. જો આપણે આંશિક રીતે શરણાગત થયા છે, તો આપણે કૃષ્ણને આંશિક સમજીશું. તેથી યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧). તે શરણાગતિના પ્રમાણ ઉપર છે. જે સંપૂર્ણ શરણાગત થયા છે, તે આ તત્વજ્ઞાનને સમજી શકશે અને તે ઉપદેશ પણ આપી શકશે, કૃષ્ણની કૃપાથી.